20 દિવસમાં 1.50 રૂપિયા સુધી મોંઘું થયું પેટ્રોલ, જાણો આપના શહેરમાં આજનો ભાવ

20 દિવસમાં 1.50 રૂપિયા સુધી મોંઘું થયું પેટ્રોલ, જાણો આપના શહેરમાં આજનો ભાવ
જાન્યુઆરી મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયો, આ કારણે થયા મોંઘાં

જાન્યુઆરી મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયો, આ કારણે થયા મોંઘાં

  • Share this:
    નવી દિલ્હીઃ સતત બે દિવસના વધારા બાદ આજે સરકારી ઓઇલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો (Crude Oil Price)માં તેજીનું વલણ જોવા મળ્યું. પરંતુ સ્થાનિક બજારમાં તેની અસર ન જોવા મળી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે પેટ્રોલનો ભાવ 85.20 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલ 75.38 રૂપિયા પ્રતિ લીટર છે. જો જોવા જઈએ તો નવા વર્ષના 18 દિવસમાં માત્ર 6 દિવસ જ પેટ્રોલના ભાવ વધ્યા, પરંતુ આટલા દિવસોમાં જ તે 1.50 રૂપિયા સુધી મોંઘું થઈ ગયું. આ પહેલા ગયા વર્ષના બીજા ભાગમાં પેટ્રોલના ભાવ ખૂબ વધ્યા હતા.

    આ કારણે વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ



    કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે કોરોના વાયરસ મહામારી દરમિયાન ઓઇલ ઉત્પાદક દેશો તરફથી ઓછું ઉત્પાદન કરવાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. ઓછા ઉત્પાદનથી ઓઇલની માંગ અને આપૂર્તિમાં અઅસંતુલન થઈ ગયું છે. તેઓએ કહ્યું કે થોડા મહિના પહેલા કાચા તેલનો ભાવ 35થી 38 અમેરિકન ડૉલર પ્રતિ બેરલ હતો, જે હવે વધીને 54થી 55 અમેરિકન ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 20 January 2021)

    દિલ્હી- પેટ્રોલ 85.20 રૂપિયા અને ડીઝલ 75.38 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 91.80 રૂપિયા અને ડીઝલ 82.13 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 86.63 રૂપિયા અને ડીઝલ 78.97 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 87.85 રૂપિયા અને ડીઝલ 80.19 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, ખરાબ ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમો તોડવા પડશે મોંઘાં, ભરવું પડી શકે છે વધુ Insurance પ્રીમિયમ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, કયા-કયા લોકો બિલકુલ ન લે કોવેક્સીનનો ડોઝ, ભારત બાયોટેકે જાહેર કરી ફેક્ટશીટ

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 20, 2021, 08:19 am

    ટૉપ ન્યૂઝ