Petrol-Diesel Price Today: આંચકો! આજે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, અહીં ચેક કરો કેટલો વધ્યો ભાવ

Petrol-Diesel Price Today: આંચકો! આજે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, અહીં ચેક કરો કેટલો વધ્યો ભાવ
પ્રતિકાત્મક તસવીર

ફાધર્સ ડેના દિવસે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા અને ડીઝલમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો

  • Share this:
    Petrol-Diesel Price Today, 20 June 2021: ઈન્ટરનેશનલ માર્કેટમાં તેજી બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે ફરી વધારો જોવા મળ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ રવિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. પેટ્રોલની કિંમતમાં 29 પૈસા અને ડીઝલમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો છે.

    આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.22 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં ઇંધણની કિંમત 100 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે.



    આ પણ વાંચો, Father's Day 2021 Google Doodle: ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ, આવી રીતે મોકલો પોતાના પિતાને વર્ચ્યૂઅલ કાર્ડ

    ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 20 June 2021)

    દિલ્હી- પેટ્રોલ 97.22 રૂપિયા અને ડીઝલ 87.97 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 103.36 રૂપિયા અને ડીઝલ 95.44 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 98.40 રૂપિયા અને ડીઝલ 92.58 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 97.12 રૂપિયા અને ડીઝલ 90.82 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Medical Career Options: મેડિકલ સાયન્સમાં ઝડપથી વધી કારકિર્દીની તકો, ધોરણ-12 બાદ કરો આ કોર્સ


    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ