Petrol Diesel Price Today, 18th June 2021: પેટ્રોલ-ડીઝલ આજે ફરી મોંઘા થયા, જાણો આપના શહેરનો રેટ

Petrol Diesel Price Today, 18th June 2021: પેટ્રોલ-ડીઝલ આજે ફરી મોંઘા થયા, જાણો આપના શહેરનો રેટ
એક દિવસની રાહત બાદ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી કરાયો વધારો, સામાન્ય જનતાનું ટેન્શન વધ્યું

એક દિવસની રાહત બાદ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી કરાયો વધારો, સામાન્ય જનતાનું ટેન્શન વધ્યું

  • Share this:
    નવી દિલ્હી. દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol-Diesel Prices)માં ફરી એક વાર વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) એક દિવસની રાહત બાદ આજે 18 જૂને (18th June 2021) પેટ્રોલ (Petrol Price)ની સાથે જ ડીઝલના ભાવ (Diesel Price)માં વધારો ઝીંકી દીધો છે. સતત વધી રહેલી કિંમતોના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી ગઈ છે. દેશના ચાર મુખ્ય મહાનગરોમાં શુક્રવારે પેટ્રોલમાં 23થી 27 પૈસા અને ડીઝલમાં 27થી 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 87.69 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે.

    દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 18 June 2021)



    >> દિલ્હી- પેટ્રોલ 96.93 રૂપિયા અને ડીઝલ 87.69 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 103.08 રૂપિયા અને ડીઝલ 95.14 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 98.14 રૂપિયા અને ડીઝલ 92.31 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 96.84 રૂપિયા અને ડીઝલ 90.54 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, કોરોના કાળમાં પણ PM મોદીની લોકપ્રિયતા બરકરાર, જો બાઇડન અને બોરિસ જોનસનને પાછળ છોડ્યા

    આ શહેરોમાં પેટ્રોલનો ભાવ આસમાને

    >> રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 108.07 રૂપિયા અને ડીઝલ 100.82 રૂપિયા પ્રતિ લીટર
    >> મધ્ય પ્રદેશના અનૂપનગરમાં પેટ્રોલ 107.71 રૂપિયા અને ડીઝલ 98.74 રૂપિયા પ્રતિ લીટર
    >> હૈદરાબાદમાં પેટ્રોલ 100.74 રૂપિયા અને ડીઝલ 95.59 રૂપિયા પ્રતિ લીટર
    >> ભોપાલમાં પેટ્રોલ 105.13 રૂપિયા અને ડીઝલ 96.35 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુમાં પેટ્રોલ 100. 17 રૂપિયા અને ડીઝલ 92.97 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, 1994ના આ સિક્કાથી તમે મિનિટોમાં 5 લાખની કમાણી કરી શકો છો! જાણો શું છે સમગ્ર પ્રોસેસ



    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ