Home /News /business /

Petrol Diesel Prices: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, જાણો તમારા શહેરમાં કયા ભાવે મળી રહ્યું છે પેટ્રોલ

Petrol Diesel Prices: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, જાણો તમારા શહેરમાં કયા ભાવે મળી રહ્યું છે પેટ્રોલ

પેટ્રોલ-ડીઝલ કિંમત

Petrol-Diesel Price: સરકારી ઓઇલ કંપનીઓએ સતત 13મા દિવસથી ભાવ સ્થિત રાખ્યા છે. આ પહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થોડો થોડો કરીને 10.20 રૂપિયા પ્રતિ લીટર જેટલો વધારો કરી દેવામાં આવ્યો છે.

    નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ સોમવારે સવારે પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel price today 18th April 2022)ની નવી કિંમત જાહેર કરી છે. આજે દિલ્હી-મુંબઈ સહિત દેશના ચાર મહાનગરો અને પ્રમુખ શહેરોમાં ઇંધણની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારી ઓઇલ કંપનીઓએ સતત 13મા દિવસે કિંમતો સ્થિત રાખીને ગ્રાહકોને ભાવ વધારામાંથી રાહત આપી છે. છેલ્લે છઠ્ઠી એપ્રિલના રોજ પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા કંપનીઓએ 22મી માર્ચથી ચોથી એપ્રિલ વચ્ચે 14 વખત ઈંધણના ભાવ વધાર્યા હતા. આ દરમિયાન પ્રતિ લીટર આશરે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલ દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Delhi petrol price) 105 રૂપિયા અને મુંબઈ (Mumbai petrol price)માં 120 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

    દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત


    – દિલ્હી પેટ્રોલ 105.41 રૂપિયા અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર
    – મુંબઈ પેટ્રોલ 120.51 રૂપિયા અને ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લીટર
    – ચેન્નાઈ પેટ્રોલ 110.85 રૂપિયા અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર
    – કોલકાતા પેટ્રોલ 115.12 રૂપિયા અને ડીઝલ 99.83 રૂપિયા પ્રતિ લીટર

    અન્ય શહેરમાં ભાવ


    – નોઇડા પેટ્રોલ 105.47 રૂપિયા અને ડીઝલ 97.03 રૂપિયા પ્રતિ લીટર
    – લખનઉ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 96.83 રૂપિયા પ્રતિ લીટર
    – પોર્ટબ્લેર પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લીટર
    – પટના પેટ્રોલ 116.23 રૂપિયા અને ડીઝલ 101.06 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: દિગ્ગજ રોકાણકાર આશિષ કચોલિયાએ આ શેરમાં કર્યું મોટું રોકાણ

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)


    – અમદાવાદ પેટ્રોલ 105.02 રૂપિયા અને ડીઝલ 99.40 રૂપિયા પ્રતિ લીટર
    – સુરત પેટ્રોલ 104.87 રૂપિયા અને ડીઝલ 99.27 રૂપિયા પ્રતિ લીટર
    – વડોદરા પેટ્રોલ 104.54 રૂપિયા અને ડીઝલ 98.92 રૂપિયા પ્રતિ લીટર
    – રાજકોટ પેટ્રોલ 104.71 રૂપિયા અને ડીઝલ 99.12 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે કિંમત


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ Q4માં આ ઇન્ફ્રા ફર્મના 44 લાખ શેર ખરીદ્યા

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Crude oil, Diesel, Petrol

    આગામી સમાચાર