18 સપ્ટેમ્બર: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, જાણો ગુજરાતના મુખ્ય શહેરમાં આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર (પ્રતીકાત્મક તસવીર)

Petrol Diesel Price, 18th September 2021: ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પ્રમાણે શનિવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત (New Delhi Petrol price) 101.19 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં કિંમત 107.26 રૂપિયા પ્રતિ લીટર છે.

  • Share this:
    નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price Today)ની વધતી કે ઘટતી કિંમતની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. આથી દરરોજ વધતા-ઘટતા ભાવ પર આપણી નજર હોય તે સ્વાભાવિક છે. ઓઇલ કંપનીઓએ આજે એટલે કે શનિવારે સવારે (Petrol Diesel Price, 18th September) પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર કરી દીધી છે. સતત 13મા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી (No change in Petrol Diesel price) કરવામાં આવ્યો. છેલ્લે 5મી સપ્ટેમ્બરના રોજ કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે પેટ્રોલ-ડીઝલ બંનેની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ 30 પૈસા સુધી સસ્તું થયું છે. જોકે, આમ છતાં આ ભાવ રેકોર્ડ સ્તર પર છે.

    ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પ્રમાણે શનિવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત (New Delhi Petrol price) 101.19 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં કિંમત 107.26 રૂપિયા પ્રતિ લીટર છે. અમદાવાદમાં એક લીટર પેટ્રોલનો (Ahmedabad Petrol price) ભાવ 98.04 રૂપિયા અને ડીઝલનો ભાવ 95.49 રૂપિયા છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 18th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

    વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ઓઇલ ભાવમાં શુક્રવારે ઘટાડો જોવા મળ્યો હતો. ભાવ 75 ડૉલર પ્રતિ બેરલથી ઉપર રહ્યો હતો. બ્રેન્ટ ફૂટ ફ્યૂચર 27 સેન્ટ (0.36 ટકા) તૂટીને 75.40 પ્રતિ બેરલ પર આવી ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યૂએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયએટ (WTI) ક્રૂડ પણ 39 સેન્ટ (0.54 ટકા) તૂટીને 72.22 ડૉલર રહ્યો હતો. ગત અઠવાડિયાએ આ કિંમતમાં ફેર ફેરફાર નોંધાયો ન હતો.

    આ પણ વાંચો:  સનસેરા એન્જિનિયરિંગના IPOનું સ્ટેટસ કેવી રીતે ચેક કરશો? જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    (બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.)
    Published by:Vinod Zankhaliya
    First published: