Home /News /business /Petrol Price Today 18 Dec 2021: આ શહેરમાં પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લીટર થયું, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

Petrol Price Today 18 Dec 2021: આ શહેરમાં પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લીટર થયું, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલ કિંમત જાહેર

Petrol-Diesel Price Today, 18 December 2021: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર કરી દીધી છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.15 રૂપિયા પ્રતિ લીટર છે.

    નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની નવી કિંમત (Petrol-Diesel Price Today, 18 Dec 2021) જાહેર કરી છે. ભારતીય પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન (IOCL)ના જણાવ્યા પ્રમાણે આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol price in Delhi) 95.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.87 રૂપિયા પ્રતિ લીટર (Diesel price in New Delhi) છે. મહાનગરોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ સૌથી સસ્તું અને મુંબઈમાં સૌથી મોંઘું (Petrol price in Mumbai) મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રહી છે. કેન્દ્ર સરકાર બાદ વિવિધ રાજ્યોની સરકારે પણ વેટના દરો ઓછા કરતા લોકોને ભાવ વધારામાંથી રાહત મળી છે.

    CNG-PNGની કિંમત વધી

    મુંબઈમાં સીએનજી (CNG price in Mumbai) અને પીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ મુંબઈમાં હવે સીએનજીની નવી કિંમત 65.30 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે. જ્યારે મુંબઈમાં પીએનજીની કિંમત 38 રૂપિયા પ્રતિ યૂનિટ થઈ છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગર વિસ્તારમાં છેલ્લા 11 મહિનામાં સીએનજીની કિંમતમાં 16 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની સીધી અસર ક્ષેત્રના આઠ લાખ લોકો પર પડશે.

    કયા શહેરમાં પેટ્રોલ સૌથી સસ્તું?

    ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને દરેક રાજ્યમાં વેટનો દર અલગ અલગ હોવાથી પેટ્રોલની કિંમત એક શહેરથી બીજા શહેરમાં અલગ અલગ હોય છે. હાલ વાત કરીએ તો રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ સૌથી મોંઘું 112 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. જ્યારે પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે. ડીઝલની વાત કરીએ તો પોર્ટ બ્લેરમાં 77.13 રૂપિયા પ્રતિ લીટર જ્યારે શ્રીગંગાનગરમાં 95.26 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. આ ઉપરાંત નોઇડાની સરખામણીમાં દિલ્હીમાં ડીઝલ સસ્તું મળી રહ્યું છે.



    દેશના વિવિધ શહેરમાં પેટ્રોલની કિંમત (Petrol-Diesel price, 18-12-2021)

    >> Delhi પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Mumbai પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Chennai પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Kolkata પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Lucknow પેટ્રોલની કિંમત 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Gandhinagar પેટ્રોલની કિંમત 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> Port Blair પેટ્રોલની કિંમત 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર છે.

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)

    Ahmedabad: પેટ્રોલની કિંમત 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર છે.
    Surat: પેટ્રોલની કિંમત 94.97 રૂપિયા અને ડીઝલ 89.00 રૂપિયા પ્રતિ લીટર છે.
    Vadodara: પેટ્રોલની કિંમત 94.67 રૂપિયા અને ડીઝલ 88.69 રૂપિયા પ્રતિ લીટર છે.
    Rajkot: પેટ્રોલની કિંમત 94.83 રૂપિયા અને ડીઝલ 88.87 રૂપિયા પ્રતિ લીટર છે.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: RateGain IPO share listing: રેટગેનના આઈપીઓનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ, રોકાણકારો થયા નિરાશ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Crude oil, Diesel, Petrol

    विज्ञापन
    विज्ञापन