Petrol Price Today: પેટ્રોલની કિંમતમાં આજે ફરી લાગી આગ, ચેક કરો ગુજરાતના ચાર મુખ્ય શહેરનો ભાવ

પ્રતીકાત્મક તસવીર

Petrol Price Today: ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલની કિંમત (Petrol Price)માં વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price In Delhi)માં પ્રતિ લીટર 30 પૈસાનો વધારો કરાયો છે.

  • Share this:
    નવી દિલ્હી: Petrol-Diesel Price Today on 17 July: સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price )માં ફરી વધારો કર્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol price in Delhi)માં પ્રતિ લીટર 30 પૈસાનો વધારે થયો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી. ડીઝલનો ભાવ સ્થિર છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસાનો વધારો કરાયો છે. અમદાવાદની વાત કરીઓ તો ભાવ વધારા બાદ આજે પેટ્રોલની કિંમત 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

    મેની સરખાણમીમાં 11 રૂપિયા મોંઘું થયું પેટ્રોલ

    રાજધાની દિલ્હીમાં મે મહિનાથી અત્યારસુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 41 વખત વધારો કરાયો છે. આ દરમિયાન પેટ્રોલની કિંમતમાં 10.79 રૂપિયાનો વધારો કરાયો છે. જુલાઈની વાત કરીએ તો આ મહિને નવ વખત પેટ્રોલની કિંમત વધારવામાં આવી છે. મે મહિનામાં 16 વખત અને જૂનમાં 16 વખત પેટ્રોલની કિંમત વધારવામાં આવી હતી.

    આ પણ વાંચો: આજથી સતત પાંચ દિવસ બેંક રહેશે બંધ, જાણો જુલાઈના બાકી રહેલા દિવસોમાં બેંક કેટલા દિવસ બંધ રહેશે

    દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price on 17 July 2021)

    >> દિલ્હી - પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ - પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ - પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા- પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર

    રાજ્યના ચાર મુખ્ય શહેરમાં ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    દેશના અન્ય શહેરના ભાવ

    >> બેંગલુરુ - પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ -પેટ્રોલ 98.69 રૂપિયા અને ડીઝલ 90.26 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના - પેટ્રોલ 104.57 રૂપિયા અને ડીઝલ 95.81 રૂપિયા પ્રતિ લીટર
    >> ભોપાલ - પેટ્રોલ 110.20 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લીટર
    >> જયપુર - પેટ્રોલ 108.71 રૂપિયા અને ડીઝલ 99.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ગુરુગ્રામ - પેટ્રોલ 99.46 રૂપિયા અને ડીઝલ 90.47 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ જબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: 6,000 ફૂટની ઊંચાઈએ ઝૂલાનો આનંદ માણી રહેલી મહિલાઓ સાંકળ તૂટતા નીચે ખાબકી, હૃદય ધબકારા ચૂકી જાય તેવો વીડિયો 




    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: