Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરી લાગી આગ, જાણો તમારા શહેરનો આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલ કિંમત

Petrol-diesel price today: સરકારી કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો કર્યો. ક્રૂડ-ઓઇલની કિંમત ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી.

  • Share this:
    નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમત આજે ફરી વધી (Petrol diesel price hike) છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આજે સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો નોંધાયો છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol-Diesel price today)માં 35-35 પૈસાનો વધારો કરાયો છે. જે બાદમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Delhi petrol price) 105.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 93.87 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. આ ઉપરાંત મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત (Mumai Petrol price)માં 34 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલમાં 37 પૈસાનો વધારો થયો છે. ત્રણ અઠવાડિયાની વાત કરવામાં આવે તો ડીઝલની કિંમતમાં 5.87 રૂપિયા અને પેટ્રોલની કિંમતમાં 4.07 રૂપિયાનો વધારો થયો છે.

    ક્રૂડ-ઓઇલની કિંમત ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી

    શુક્રવારે ક્રૂડ ઓઇલની કિંમત ત્રણ વર્ષથી સૌથી ઊંચી સપાટીએ પહોંચી છે. આગામી થોડા મહિનાઓમાં પુરવઠો ઓછો રહેવાની આગાહી વચ્ચે ક્રૂડ-ઓઇલની કિંમત શુક્રવારે 85 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ છે. જેના પગલે ઓઇલ કંપનીઓ ભાવમાં સતત વધારો કરી રહી છે.

    દેશના ચાર મોટા શહેરમાં આજની કિંમત (Petrol Diesel Price on 16 October 2021)

    >> દિલ્હી પેટ્રોલ 105.49 રૂપિયા અને ડીઝલ 94.22 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 111.43 રૂપિયા અને ડીઝલ 102.15 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 102.70 રૂપિયા અને ડીઝલ 98.59 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 106.10 રૂપિયા અને ડીઝલ 97.33 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price today)

    >> અમદાવાદ - પેટ્રોલ 101.83 રૂપિયા અને ડીઝલ 101.13 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 101.68 રૂપિયા અને ડીઝલ 101.01 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 101.53 રૂપિયા અને ડીઝલ 100.85 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 101.36 રૂપિયા અને ડીઝલ 100.65 રૂપિયા પ્રતિ લીટર
    (*petroldieselprice વેબસાઇટ પ્રમાણે)

    આ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે.

    આ પણ વાંચો: Tata Punchને સુરક્ષા મામલે મળ્યું 5 સ્ટાર રેટિંગ, જાણો ભારતની અન્ય કાર કેટલી સુરક્ષિત

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwalaની પસંદગીના શેરે આ વર્ષે આપ્યું ત્રણ ગણું વળતર, શું તમારી પાસે છે?

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: