Home /News /business /

Petrol Diesel Price: ફરી વધી પેટ્રોલ અને ડીઝલની કિંમત, જાણો આપના શહેરમાં કેટલો થયો ભાવ

Petrol Diesel Price: ફરી વધી પેટ્રોલ અને ડીઝલની કિંમત, જાણો આપના શહેરમાં કેટલો થયો ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને, આપના વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો આજના રેટ્સ

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને, આપના વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો આજના રેટ્સ

    Petrol Diesel Price Hike: દેશના પેટ્રોલ-ડીઝલના બજાર (Petrol-Diesel Market)માં એક દિવસની જ સ્થિરતા રહી શકી. સરકારી ઓઇલ કંપનીઓ (Government Oil Companies)એ આજે ફરી બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. આમ પણ ગાઝા પટ્ટીમાં ફરી એક વાર તણાવ વધતાં અમેરિકા અને પશ્ચિમ એશિયાના દેશોની ઓઇલ સ્ટ્રેટેજી ઉપર પણ અસર વધી રહી છે. આ કારણે આ સપ્તાહના અંતમાં આંતરરાષ્ટ્રીય બજાર (International Market)માં કાચા તેલના ભાવ (Crude Oil Price) ફરી વધ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ (Petrol Price Today) 103.27 રૂપિયા અને ડીઝલ (Diesel Price Today) 95.70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 16 May 2021)

    દિલ્હી- પેટ્રોલ 92.58 રૂપિયા અને ડીઝલ 83.22 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 98.88 રૂપિયા અને ડીઝલ 90.40 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 94.31 રૂપિયા અને ડીઝલ 88.07 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 92.67 રૂપિયા અને ડીઝલ 86.06 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Wow! ઉંમર 67 વર્ષ, ઓક્સિજન લેવલ 99, જાણો દાદાજીના પીપળના ઝાડ પર આસન જમાવવાનું રહસ્ય!

    આ પણ વાંચો, 12 રૂપિયામાં મળશે 2 લાખની આ સુવિધા! મોદી સરકારની આ યોજનાનો કેવી રીતે ઉઠાવશો લાભ?


    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર