નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol diesel price hike)માં આજે ફરી વધારો થયો છે. સરકારે ઓઇલ કંપનીઓે આજે ફરી આમ આદમીનો ઝટકો આપ્યો છે. આજ દશેરાના દિવસે એટલે કે શુક્રવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો (Petrol Diesel price today) કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35-35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. આ વધારે બાદ દેશની રાજધાની નવી દિલ્હી (New Delhi Petrol price)માં એક લીટર પેટ્રોલની કિંમત 105.14 રૂપિયા અને ડીઝલની કિંમત 93.87 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.
દેશના ચાર મોટા શહેરમાં આજની કિંમત (Petrol Diesel Price on 15 October 2021)
ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price today)
>> અમદાવાદ - પેટ્રોલ 101.83 રૂપિયા અને ડીઝલ 101.13 રૂપિયા પ્રતિ લીટર >> સુરત - પેટ્રોલ 101.68 રૂપિયા અને ડીઝલ 101.01 રૂપિયા પ્રતિ લીટર >> રાજકોટ - પેટ્રોલ 101.53 રૂપિયા અને ડીઝલ 100.85 રૂપિયા પ્રતિ લીટર >> વડોદરા - પેટ્રોલ 101.36 રૂપિયા અને ડીઝલ 100.65 રૂપિયા પ્રતિ લીટર (*petroldieselprice વેબસાઇટ પ્રમાણે)
આ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે.
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.
આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર