પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર: એક દિવસની રાહત બાદ આમ આદમીને આજે ફરી લાગ્યો ઝટકો

પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર.

Petrol-Diesel price today: આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટર દીઠ 35-35 પૈસાનો વધારો કરાયો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 104.79 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે.

  • Share this:
    નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ આજ ફરી આમ આદમીને ઝટકો આપ્યો છે. આજે ગુરુવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (14 October Petrol-Diesel price) ફરી એકવાર વધારો કરાયો છે. પેટ્રોલ તેમજ ડીઝલની કિંમતમાં આજે 35-35 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો છે. આ સાથે જ દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol price in Delhi) પ્રતિ લીટર 104.79 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત 93.52 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

    આ મહિને પેટ્રોલ-ડીઝલની કિંમત લગભગ દરરોજ વધી છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતના 10 દિવસમાં જ પેટ્રોલની કિંમતમાં 2.80 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 3.30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરાયો છે.

    દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 14 October 2021)

    >> દિલ્હી પેટ્રોલ 104.79 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 110.75 રૂપિયા અને ડીઝલ 101.40 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઇ પેટ્રોલ 102.10 રૂપિયા અને ડીઝલ 97.93 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 105.43 રૂપિયા અને ડીઝલ 96.63 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price today)

    >> અમદાવાદ - પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 100.76 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 101.34 રૂપિયા અને ડીઝલ 100.64 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 100.48 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 101.02 રૂપિયા અને ડીઝલ 100.28 રૂપિયા પ્રતિ લીટર
    (ભાવ petroldieselprice વેબસાઇટ પ્રમાણે)

    આ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાનો આ શેર 1 મહિનામાં 58% ભાગ્યો, શું હજુ પણ રોકાણનો મોકો છે?

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: