Home /News /business /Petrol Diesel Price: આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો Valentine’s Day પર કેટલી પહોંચી કિંમત

Petrol Diesel Price: આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો Valentine’s Day પર કેટલી પહોંચી કિંમત

પ્રતીકાત્મક તસવીર

જો તમે Valentine’s Dayને ઉજવવા લોન્ગ ડ્રાઇવ કે ફરવા જવા માંગતા હશો તો તમારે આજે પેટ્રોલ-ડીઝલના વધુ પૈસા ચૂકવવા પડશે

Petrol Diesel Price Today: દેશની સરકારો ઓઇલ કંપનીઓ તરફથી સતત છઠ્ઠા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલની કિંમત (Diesel Price Tofay)માં 32થી 34 પૈસા સુધીનો વધારો થયો છે. તો બીજી તરફ પેટ્રોલની કિંમત (Petrol Price Today) 28થી 29 પૈસા વધી છે. દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધીના ઉચ્ચતર સ્તર પર પહોંચી ગયા છે. તો આજે વેલેન્ટાઇન ડે (Valentine’s Day) અને રવિવાર બંને હોવાથી પ્રેમી-પંખીડાઓને લોન્ગ ડ્રાઇવ પર જવું મોંઘું સાબિત થશે.

દિલ્હી અને મુંબઈમાં નવો રેકોર્ડ

આ બંને શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પોતાના સર્વોચ્ચ સ્તર પર છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 88.83 રૂપિયા જ્યારે મુંબઈમાં 95.21 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. બીજી તરફ દિલ્હીમાં ડીઝલ 79.06 રૂપિયા તો મુંબઈમાં 86.04 રૂપિયામાં મળશે. મુંબઈમાં ડીઝલના ભાવ પોતાના ઉચ્ચતમ સ્તર પર છે. 6 દિવસ દરમિયાન પેટ્રોલના ભાવમાં 1.80 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 1.97 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

આ પણ વાંચો, Happy Valentine Day 2021: ઘરે રહીને જ ઉજવો વેલેન્ટાઇન, ક્યારેય નહીં ભૂલી શકો આ પળ

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 14 February 2021)

દિલ્હી- પેટ્રોલ 88.73 રૂપિયા અને ડીઝલ 79.06 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 95.21 રૂપિયા અને ડીઝલ 86.04 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 90.01 રૂપિયા અને ડીઝલ 82.65 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 90.96 રૂપિયા અને ડીઝલ 84.16 રૂપિયા પ્રતિ લીટર છે.

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએ લ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો, સોનામાં ફેરવાઈ Amazon નદી! NASAએ ક્લિક કરેલી તસવીરોએ આશ્ચર્ય સર્જ્યું, જાણો તેની પાછળનું કારણ
" isDesktop="true" id="1072048" >

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
First published:

Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, Valentines day, આઇઓસી, ભારત