Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, અમદાવાદમાં પેટ્રોલની કિંમત 98.54 રૂપિયા પ્રતિ લીટર, જાણો અન્ય શહેરનો ભાવ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Petrol Price Today (14 August): ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Market)ની વાત કરવામાં આવે તો શનિવારે સતત 28માં દિવસ કિંમત સ્થિર રહી છે.

  • Share this:
    નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) ક્રૂડ ઓઈલ (Crude Oil) વધુ સસ્તું થયું છે. દુનિયામાં કોવિડ-19 બીમારી ફરીથી ઘાતક થઈ રહી છે. કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં માંગમાં સુધારો નથી થઈ રહ્યો. અમેરિકામાં પણ કાચા તેલની માંગ સ્થિર રહી છે. આ જ કારણ છે કે શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ ફરી એકવાર તૂટ્યો હતો. જો ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Market)ની વાત કરવામાં આવે તો શનિવારે સતત 28માં દિવસ કિંમત સ્થિર રહી છે. દિલ્હી (Delhi Market)માં એક લીટર પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર છે. બીજી તરફ, મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર પર છે. નોંધનીય છે કે, ગત એક સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

    આજની હાઇલાઇટ્સ:

    >> આજે (14 ઓગસ્ટ) સતત 28માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રહી છે.
    >> આ પહેલા 17 જુલાઈના રોજ પેટ્રોલી કિંમતમાં 30 પૈસાનો પ્રતિ લીટર વધારો થયો હતો.
    >> આ પહેલા ડીઝલની કિંમત 15 જુલાઈના રોજ 15 રૂપિયા પ્રતિ લીટર મોંઘી થઈ હતી.
    >> આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત મંદી જોવા મળી રહી છે.

    14 ઓગસ્ટ, પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 14 August 2021)

    >> દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ – પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા – પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ – પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 89.50 રૂપિયા પ્રતિ લીટર
    >> રાંચી – પેટ્રોલ 96.68 રૂપિયા અને ડીઝલ 94.84 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ – પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 90.26 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના – પેટ્રોલ 104.25 રૂપિયા અને ડીઝલ 95.57 રૂપિયા પ્રતિ લીટર
    >> ભોપાલ – પેટ્રોલ 110.20 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price Gujarat)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    19 રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે.પના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: