Petrol-Diesel Price today: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, ફટાફટ ચેક કરો તમારા શહેરનો ભાવ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Petrol-Diesel Price today (13 October): આ મહિને લગભગ દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે. ઓક્ટોબરની શરૂઆતના 10 દિવસમાં જ પેટ્રોલની કિંમતમાં 2.80 રૂપિયા અને ડીઝલની કિંમત 3.30 રૂપિયા પ્રતિ લીટર વધી ગયા છે.

  • Share this:
    મુંબઈ: Petrol-Diesel Price today: પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ (Petrol-Diesel price hike)માં આજે થોડી રાહત મળી છે. રાહત એ સંદર્ભમાં કે આજે ભાવમાં વધારો નથી થયો. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત મંગળવારની જ રાખી છે. દેશની રાજધાની નવી દિલ્હી (Petrol price in Delhi)માં આજે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 104.44 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 93.18 રૂપિયા પ્રતિ લીટર છે. રવિવારે પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટર વધારો કરાયો હતો.

    આ મહિને લગભગ દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે. ઓક્ટોબરની શરૂઆતના 10 દિવસમાં જ પેટ્રોલની કિંમતમાં 2.80 રૂપિયા અને ડીઝલની કિંમત 3.30 રૂપિયા પ્રતિ લીટર વધી ગયા છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 13 October 2021)

    >> દિલ્હી પેટ્રોલ 104.44 રૂપિયા અને ડીઝલ 93.17 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 110.41 રૂપિયા અને ડીઝલ 101.03 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 101.79 રૂપિયા અને ડીઝલ 97.56 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 105.05 રૂપિયા અને ડીઝલ 96.24 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price today)

    >> અમદાવાદ - પેટ્રોલ 101.20 રૂપિયા અને ડીઝલ 100.41 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 100.76 રૂપિયા અને ડીઝલ 99.91 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 100.66 રૂપિયા અને ડીઝલ 99.81 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 100.55 રૂપિયા અને ડીઝલ 99.68 રૂપિયા પ્રતિ લીટર

    આ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં ફક્ત ત્રણ દિવસમાં કરી 310 કરોડ રૂપિયાની કમાણી, શું તમારી પાસે છે?

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: