11 સપ્ટેમ્બર: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, જાણો અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરમાં આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર (Shutterstock તસવીર)

Petrol Diesel Price, 11th September 2021: અમદાવાદમાં પેટ્રોલની આજની કિંમત 98.04 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 95.49 રૂપિયા પ્રતિ લીટર છે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 101.19 રૂપિયા પ્રતિ લીટર લેખે મળી રહ્યું છે.

  • Share this:
    નવી દિલ્હી: વર્ષ 2021ની શરૂઆતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol diesel price)માં સતત વધારો થયો હતો. જોકે, છેલ્લા બે મહિનાથી પેટ્રોલ-ડીઝલની કિંમત લગભગ સ્થિર છે. જેનાથી લોકોને વધતી કિંમતથી રાહત મળી છે. શનિવારે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ ઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર (Petrol Diesel Price, 11th September 2021) કરી દેવામાં આવી છે. આજે સતત છઠ્ઠા દિવસે ઓઇલ કંપનીઓએ ભાવમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. એક અઠવાડિયાથી પેટ્રોલ-ડીઝલની કિંમત (No change in Petrol Diesel price) સ્થિર છે. આ પહેલા રવિવારે પેટ્રોલની કિંમતમાં અલગ અલગ શહેરોમાં 10 પૈસાથી લઈને 15 પૈસા પ્રતિ લીટર ઘટાડો કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પેટ્રોલની આજની કિંમત (Ahmedabad Petrol price) 98.04 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 95.49 રૂપિયા પ્રતિ લીટર છે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 101.19 રૂપિયા પ્રતિ લીટર (New Delhi Petrol price) લેખે મળી રહ્યું છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 11th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Petrol-Diesel price in Gujarat)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
    Published by:Vinod Zankhaliya
    First published: