Petrol Diesel Price: આજે પણ નથી બદલાયા પેટ્રોલ-ડીઝના ભાવ, જાણો કેટલા છે Rates

Petrol Diesel Price: આજે પણ નથી બદલાયા પેટ્રોલ-ડીઝના ભાવ, જાણો કેટલા છે Rates
ગાડીની ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આપના શહેરમાં કેટલો છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ

ગાડીની ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આપના શહેરમાં કેટલો છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ

  • Share this:
    નવી દિલ્હીઃ સરકારી ઓઇલ કંપનીઓએ સતત 33 દિવસ બાદ પણ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. બીજી તરફ પેટ્રોલના ભાવ છેલ્લા 42થી વધુ દિવસ બાદ પણ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ભાવમાં કોઈ ફેરફાર નથી થયા. ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના ભાવ (Crude Oil Rates)ની અસર પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Rates) પર પણ જોવા મળી રહી છે. લગભગ એક મહિનાથી ઓઇલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા નથી મળ્યો.

    જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 11 November 2020)



    દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે સોના-ચાંદીના સિક્કા બહાર પાડ્યા, દિવાળીએ અહીંથી ખરીદી શકો શકો છો

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, આ વર્ષે દિવાળી પર 10 રૂપિયાની એક નોટ આપને કરી દેશે માલામાલ, ખાતામાં આવશે હજારો રૂપિયા

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 11, 2020, 08:03 am

    टॉप स्टोरीज