Petrol Price Today: આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ, અમદાવાદમાં 97.64 રૂપિયા/લીટર થયો ભાવ, જાણો તમારા શહેરનો ભાવ

પ્રતીકાત્મક તસવીર

Petrol-Diesel Price Today on 10 July 2021: ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની (Petrol-Diesel Price Today) કિંમતમાં વધારો કર્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: આજે શનિવારે 10 જુલાઈના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price Today on 10 July 2021)માં વધુ એક વખત વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ આજે કિંમત(Petrol-Diesel Price Today)માં વધારો કર્યો છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં લીટરે 35 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 26 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100.91 રૂપિયા પ્રતિ લીટર થી છે. જ્યારે ડીઝલની કિંમત 89.88 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમત સ્થિર રાખી હતી.

    હાલ રાહતની કોઈ આશા નહીં

    ઉલ્લેખનીય છે કે હાલ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહતની કોઈ આશા નથી. ક્રૂડ પ્રોડક્શનને લઈને ઓપેક પ્લસ દેશોની બેઠકમાં કોઈ સહમતિ નથી બની. જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેની અસર ઘરેલૂ બજારમાં કિંમત વધી રહી છે.

    આ પણ વાંચો: SBI ખાતાધારકો એલર્ટ! ફ્રીમાં મળી રહ્યો છે બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો

    અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલ કિંમત:

    10 જુલાઈના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત ₹ 97.64 રૂપિયા છે. આજે પેટ્રોલની કિંમતમાં 0.34 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ડીઝલની કિંમત ₹ 96.72 રૂપિયા છે. ડીઝલની કિંમતમાં ₹ 0.28 રૂપિયાનો વધારો થયો છે.

    આ પણ વાંચો: SBI સેલેરી એકાઉન્ટ: અમર્યાદિત ATM ટ્રાન્ઝેક્શન, 30 લાખનો વીમો, બે મહિનાનો એડવાન્સ પગાર સહિત અનેક ફાયદા

    જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત શું છે (Petrol-Diesel Price on 10 July 2021)

    >> દિલ્હી -પેટ્રોલ 100.91 રૂપિયા અને ડીઝલ 89.88 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ -પેટ્રોલ 106.92 રૂપિયા અને ડીઝલ 97.46 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ -પેટ્રોલ 101.67 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા -પેટ્રોલ 101.01 રૂપિયા અને ડીઝલ 92.97 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ -પેટ્રોલ 104.29 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ -પેટ્રોલ 98.01 રૂપિયા અને ડીઝલ 90.27 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના -પેટ્રોલ 103.18 રૂપિયા અને ડીઝલ 95.46 રૂપિયા પ્રતિ લીટર
    >> ભોપાલ -પેટ્રોલ 109.24 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: રાજકોટ: જાણીતા વકીલનું ફેસબુક Live દરમિયાન નિધન, ગીતો સાંભળતા સાંભળતા હાર્ટ એટેક આવી ગયો 

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ જબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.


    આ પણ વાંચો: રાહતના સમાચાર: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, આ દિવસે પડશે ભારે વરસાદ 


    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: