Petrol Price Today: 1 મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચ્યા, જાણો આજે કેટલા થયા મોંઘા

દેશના આ શહેરોમાં પેટ્રોલનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જાણો આપના શહેરમાં આજના રેટ્સ

દેશના આ શહેરોમાં પેટ્રોલનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જાણો આપના શહેરમાં આજના રેટ્સ

  • Share this:
    નવી દિલ્હી. કોરોનાની સાથે જ સામાન્ય જનતા હાલના સમયમાં મોંઘવારી (Inflation)ના માર સામે સંઘર્ષ કરી રહી છે. પેટ્રોલ-ડીઝલની સાથોસાથ ખાદ્ય તેલના ભાવમાં પણ જોરદાર વૃદ્ધિ થઈ રહી છે. દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ હાઈ (Petrol Diesel Rates Record High) પર પહોંચી ચૂક્યા છે. મે મહિનામાં 18 દિવસમાં જ પેટ્રોલ 4.17 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. બીજી તરફ 18 દિવસમાં જ ડીઝલના ભાવમાં 4.60 રૂપિયાનો વધારો જોવા મળ્યો.આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ (Petrol Price Today)માં 27 પૈસા પ્રતિ લીટર, તો બીજી તરફ ડીઝલના ભાવ (Diesel Price Today)માં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.

    દેશના આ શહેરોમાં પેટ્રોલ રેકોર્ડ સ્તર પર પહોંચ્યું

    >> જયપુરમાં પેટ્રોલ 101.02 રૂપિયા અને ડીઝલ 94.19 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 105.52 રૂપિયા અને ડીઝલ 98.32 રૂપિયા પ્રતિ લીટર
    >> મધ્ય પ્રદેશના રીવમાં પેટ્રોલ 104.82 રૂપિયા અને ડીઝલ 95.95 રૂપિયા પ્રતિ લીટર
    >> મધ્ય પ્રદેશના અનૂપનગરમાં પેટ્રોલ 105.18 રૂપિયા અને ડીઝલ 96.28 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, દુલ્હને હવામાં ફાયરિંગ કરીને જાનૈયાઓનું કર્યું સ્વાગત, દુલ્હાના ઊડી ગયા હોશ

    જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 1 June 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 94.49 રૂપિયા અને ડીઝલ 85.38 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 100.72 રૂપિયા અને ડીઝલ 92.69 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 95.99 રૂપિયા અને ડીઝલ 90.12 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 94.50 રૂપિયા અને ડીઝલ 88.23 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ જુઓ, PHOTOS: આ છે મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ, ડોમિનિકામાં રોમેન્ટિક ટ્રિપ માણતી વખતે થઈ ધરપકડ



    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: