Home /News /business /Petrol Diesel Price today: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, વર્ષના પ્રથમ દિવસે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

Petrol Diesel Price today: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, વર્ષના પ્રથમ દિવસે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

પેટ્રોલ-પંપ પર લાઈન (ફાઇલ તસવીર)

Petrol-Diesel price 1 January 2022: આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 95.41 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત (Diesel price today) 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.

    મુંબઇ. Petrol Diesel Price: સરકારી કંપનીઓએ આશરે એક મહિનાથી પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price today) સ્થિર રાખી છે. આજે વર્ષના પ્રથમ દિવસે (Happy New Year 2022) એટલે કે 1 જાન્યુઆરી 2021ના રોજ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર (Petrol-Diesel price 1 January 2022) કરવામાં આવ્યો નથી. જોકે, હાલ દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ચાલી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતની સીધી અસર આમ-આદમી પર પડી રહી છે. કેન્દ્ર સરકારે દિવાળીના એક દિવસ પહેલા એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદમાં અમુક રાજ્યોએ પણ વેટ (VAT)માં ઘટાડાની જાહેરાત કરી હતી. જેના પગલે લોકોને થોડી રાહત થઈ છે. આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 95.41 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત (Diesel price today) 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર

    મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ચાલી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન, વેટ અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઉમેર્યાં બાદ તે અંદાજે બેગણી થઈ જાય છે.

    ઝારખંડ સરકારે પેટ્રોલની કિંમત ઘટાડી

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren) 29મી ડિસેમ્બરના રોજ મોટરસાઇકલ અને સ્કૂટર ચાલકો માટે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 25 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવો ભાવ 26મી જાન્યુઆરી, 2022ના રોજથી અમલી બનશે. ઝારખંડની રાજધાની રાંચીમાં હાલ પેટ્રોલની કિંમત 98.52 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત 91.56 રૂપિયા પ્રતિ લીટર છે.

    હાલ કયા શહેરમાં પેટ્રોલ સૌથી સસ્તું?

    ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને દરેક રાજ્યમાં વેટનો દર અલગ અલગ હોવાથી પેટ્રોલની કિંમત એક શહેરથી બીજા શહેરમાં અલગ અલગ હોય છે. હાલ વાત કરીએ તો રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ સૌથી મોંઘું 112 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. જ્યારે પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે. ડીઝલની વાત કરીએ તો પોર્ટ બ્લેરમાં 77.13 રૂપિયા પ્રતિ લીટર જ્યારે શ્રીગંગાનગરમાં 95.26 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. આ ઉપરાંત નોઇડાની સરખામણીમાં દિલ્હીમાં ડીઝલ સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં પેટ્રોલની કિંમત (Petrol-Diesel price, 01-01-2022)

    >> Delhi પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Mumbai પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Chennai પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Kolkata પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Lucknow પેટ્રોલની કિંમત 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Gandhinagar પેટ્રોલની કિંમત 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Port Blair પેટ્રોલની કિંમત 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર છે.

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)

    Ahmedabad: પેટ્રોલની કિંમત 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર છે.

    Surat: પેટ્રોલની કિંમત 94.97 રૂપિયા અને ડીઝલ 89.00 રૂપિયા પ્રતિ લીટર છે.

    Vadodara: પેટ્રોલની કિંમત 94.67 રૂપિયા અને ડીઝલ 88.69 રૂપિયા પ્રતિ લીટર છે.

    Rajkot: પેટ્રોલની કિંમત 94.83 રૂપિયા અને ડીઝલ 88.87 રૂપિયા પ્રતિ લીટર છે.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: Top picks 2022: બ્રોકરેજ હાઉસ એન્જલ વનની પસંદગીના 14 શેર, 2022માં તમને બનાવી શકે છે માલામાલ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Diesel, Oil, Petrol

    विज्ञापन
    विज्ञापन