Petrol Diesel Price Today: સતત મોંઘા થઈ રહ્યા છે પેટ્રોલ-ડીઝલ, અમદાવાદમાં 88 રૂપિયાને પાર, જાણો આપના શહેરનો ભાવ

Petrol Diesel Price Today: સતત મોંઘા થઈ રહ્યા છે પેટ્રોલ-ડીઝલ, અમદાવાદમાં 88 રૂપિયાને પાર, જાણો આપના શહેરનો ભાવ
સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો, ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આજના રેટ્સ

સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો, ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આજના રેટ્સ

  • Share this:
    નવી દિલ્હી. સરકારી ઓઇલ કંપનીઓ (Government Oil Companies) તરફથી આજે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price Today) માં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલની કિંમત (Diesel Price Hike)માં 30થી 35 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પેટ્રોલની કિંમત (Petrol Price Hike) 28થી 30 પૈસા સુધી વધી છે. દિલ્હી, મુંબઈ સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. અમદાવાદ (Ahmedabad)માં પેટ્રોલનો ભાવ 88.37 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ 88.00 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 97.61 રૂપિયા તથા ડીઝલનો ભાવ 88.82 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.

    ચાર દિવસમાં કેટલા મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ?



    મંગળવારે પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો વધારો થયો હતો, તો બુધવારે 19 પૈસાનો વધારો થયો હતો. ગુરુવારે 25 પૈસા અને આજે શુક્રવારે 28 પૈસાનો વધારો થયો છે. આવી જ રીતે જો ડીઝલની વાત કરીએ તો ચાર દિવસમાં એક રૂપિયા સુધીનો ભાવવધારો થયો છે.

    આ પણ જુઓ, Viral Video: પિતાની અસ્થિઓ લેવા આવેલા દીકરાઓ સ્મશાનમાં જ ઝઘડી પડ્યા, જાણો શું છે કારણ

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 7 May 2021)

    દિલ્હી- પેટ્રોલ 91.27 રૂપિયા અને ડીઝલ 81.73 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 97.61 રૂપિયા અને ડીઝલ 88.82 રૂપિયા પ્રતિ લીટર છે.
    બેંગલુરુ- પેટ્રોલ 94.30 રૂપિયા અને ડીઝલ 86.64 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 93.15 રૂપિયા અને ડીઝલ 86.65 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, સુહાગરાત સમયે દુલ્હને કહ્યું- ‘પેટમાં દુખાવો થાય છે’, ત્યારબાદ જે થયું તે જાણીને હોશ ઊડી જશે

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:May 07, 2021, 09:30 am

    ટૉપ ન્યૂઝ