Home /News /business /

Petrol Diesel Price Today: સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો ગુજરાતના 4 શહેરોના ભાવ

Petrol Diesel Price Today: સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો ગુજરાતના 4 શહેરોના ભાવ

પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price Today: અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પેટ્રોલ અને ડીઝલનો એક લીટરનો ભાવ જાણો

    Petrol Diesel Price Today: સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે સતત અઢારમા દિવસે પણ પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલ (Diesel Price Today)ના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. ગત મહિનામાં 17 જુલાઈ બાદથી ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, જ્યારે આ દિવસે પેટ્રોલની કિંમત 29થી 30 પૈસા પ્રતિ લીટર વધી હતી. ત્યારબાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી.

    આ રાજ્યોમાં 100 રૂપિયાને પાર પેટ્રોલનો ભાવ

    મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર છે. આ ઉપરાંત મહાનગરોમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પેટ્રોલ પહેલા જ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી ચૂક્યું છે.

    ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલ ભાવ (Petrol Diesel Price on 4 August 2021)
    >> દિલ્હી પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Navy Recruitment 2021: નેવીમાં ધોરણ-10 પાસ માટે વેકન્સી, 6 ઓગસ્ટ સુધીમાં કરો અરજી

    નોંધનીય છે કે, મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

    આ પણ વાંચો, Independence Day 2021: ભારતના પાડોશી દેશ ક્યારે ઊજવે છે સ્વતંત્રતા દિવસ?


    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Diesel Price, Diesel price in gujarat, Diesel Price Today, Petrol price, Petrol price in Gujarat, Petrol Price Today, Petrol rate

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन