Petrol Diesel Price: ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના ભાવમાં તેજી જોવા મળી છે. કોરોના વેક્સીન ટૂંક સમયમાં આવવાની આશા અને અમેરિકામાં ઇન્વેન્ટ્રી ઘટવાથી કાચા તેલને સહારો મળી રહ્યો છે. જોકે સરકારી ઓઇલ કંપનીઓ (Government oil companies)એ આજે સતત 41મા દિવસે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. જ્યારે પેટ્રોલનો ભાવ 51 દિવસથી એક સરખો છે. પેટ્રોલના ભાવમાં છેલ્લીવાર 22 સપ્ટેમ્બરે 7થી 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો હતો. 1 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ડીઝલનો ભાવ 3 રૂપિયા પ્રતિ લીટરથી વધુ ઘટ્યો છે. જોકે પેટ્રોલના ભાવ પર કોઈ અસર નથી. ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં કોઈ ફેરફાર નથી. જ્યારે ઓગસ્ટમાં પેટ્રોલ અને આ પહેલા જુલાઇમાં ડીઝલના ભાવમાં વધારો થયો હતો.
જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 12 November 2020-Vagh Baras)
દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.
આ પણ વાંચો, દિવાળી બોનસના નામે મીઠાઈથી પરેશાન છે પ્રાઇવેટ કંપનીના કર્મચારી! આવા Memes થઈ રહ્યા છે Viral
આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
આ પણ વાંચો, સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે નવા અવતારમાં લૉન્ચ થઈ હીરોની ધાંસૂ બાઇક Xtreme 200S, જાણો કિંમત
આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
Published by:Mrunal Bhojak
First published:November 12, 2020, 08:53 am