Home /News /business /

Diesel-Petrol Price Today: સતત બીજા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આપના શહેરમાં કેટલા થયા મોંઘા

Diesel-Petrol Price Today: સતત બીજા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આપના શહેરમાં કેટલા થયા મોંઘા

પ્રતીકાત્મક તસવીર

મોંઘવારીની માર- જાન્યુઆરી મહિનામાં પેટ્રોલના ભાવમાં 2.59 રૂપિયા અને ડીઝલના ભાવમાં 2.35 રૂપિયા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો

    નવી દિલ્હીઃ આજે સતત બીજા દિવસે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં વધારો કરી દીધો છે. આ વધારા બાદ હજે મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ (Petrol Price Hike) ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 25 પૈસા પ્રતિ લીટર તો ડીઝલના ભાવ (Diesel Price Hike) પણ 25 પૈસા પ્રતિ લીટર વધી ગયો. ત્યારબાદ પેટ્રોલ 86.35 રૂપિયા (All Time High) અને ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા. નોંધનીય છે કે, નવા વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સમયાંતરે વધારો થઈ રહ્યો છે. જેને કારણે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે.

    આ વર્ષે 27 દિવસમાં આમ તો માત્ર 10 દિવસ જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે, પરંતુ આ દરમિયાન પેટ્રોલનો ભાવ 2.59 રૂપિયા પ્રતિ લીટર વધી ચૂક્યો છે. આ વર્ષે ડીઝલના ભાવમાં પણ 2.35 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગયો છે. અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉચ્ચતમ સ્તર પર છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 27 January 2021)

    દિલ્હી- પેટ્રોલ 86.35 રૂપિયા અને ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 92.86 રૂપિયા અને ડીઝલ 83.30 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 87.69 રૂપિયા અને ડીઝલ 80.08 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 88.82 રૂપિયા અને ડીઝલ 81.71 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, ભારતમાં લૉન્ચ થઈ એક્શન ગેમ FAU-G, જાણો ફોનમાં ડાઉનલોડ કરવાની રીત અને તેના ખાસ ફીચર્સ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, Budget 2021: સરકાર અનેક ચીજો પર ઘટાડી શકે છે Custom Duty, ઓછી થઈ શકે છે આ પ્રોડક્ટ્સની કિંમત

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन