Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરોમાં પેટ્રોલનો ભાવ 107 રૂપિયા લીટરે પહોંચ્યો

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરોમાં પેટ્રોલનો ભાવ 107 રૂપિયા લીટરે પહોંચ્યો
બુધવારે પેટ્રોલમાં 25 પૈસાનો અને ડીઝલમાં 13 પૈસાની વધારો ઝીંકાયો, જાણો આપના શહેરમાં કેટલા થયા મોંઘા

બુધવારે પેટ્રોલમાં 25 પૈસાનો અને ડીઝલમાં 13 પૈસાની વધારો ઝીંકાયો, જાણો આપના શહેરમાં કેટલા થયા મોંઘા

  • Share this:
    નવી દિલ્હી. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) પેટ્રોલ-ડીઝલના ભાવ (Fuel Rates)માં આજે 16 જૂને ફરી વધારો ઝીંકી દીધો છે. સતત મોંઘું થઈ રહેલું પેટ્રોલ કેટલાક શહેરોમાં 107 રૂપિયા પ્રતિ લીટરને પાર વેચાઈ રહ્યું છે. નોંધનીય છે કે, આજે પેટ્રોલની કિંમત (Petrol Price Today)માં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ, ડીઝલની કિંમત (Diesel Price Today)માં 13 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 96.66 રૂપિયા અને ડીઝલની કિંમત 87.41 રૂપિયા છે.

    આ શહેરોમાં પેટ્રોલ 105 રૂપિયાને પાર



    >> રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 107.79 રૂપિયા અને ડીઝલ 100.51 રૂપિયા પ્રતિ લીટર
    >> મધ્ય પ્રદેશના અનૂપનગરમાં પેટ્રોલ 107.43 રૂપિયા અને ડીઝલ 94.43 રૂપિયા પ્રતિ લીટર
    >> રીવામાં પેટ્રોલ 107.07 રૂપિયા અને ડીઝલ 98.10 રૂપિયા પ્રતિ લીટર
    >> ભોપાલમાં પેટ્રોલ 104.85 રૂપિયા અને ડીઝલ 96.05 રૂપિયા પ્રતિ લીટર
    >> પરભણીમાં પેટ્રોલ 105.16 રૂપિયા અને ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, 25 પૈસાનો આ સિક્કો આપને કરાવી શકે છે લાખોની કમાણી! જાણો કેવી રીતે ઓનલાઇન વેચશો

    દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 16 June 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 96.66 રૂપિયા અને ડીઝલ 87.41 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 102.85 રૂપિયા અને ડીઝલ 94.84 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 97.91 રૂપિયા અને ડીઝલ 92.04 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 96.58 રૂપિયા અને ડીઝલ 90.25 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, ગંગામાં વહેતા લાકડાના બોક્સમાંથી મળી માસૂમ બાળકી, નવજાતની સાથે મૂકી હતી કુંડળી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:June 16, 2021, 08:55 am

    ટૉપ ન્યૂઝ