Petrol-Diesel Price Today: સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો ગુજરાતના 4 શહેરોના રેટ્સ

સપ્ટેમ્બરમાં અત્યાર સુધી ઇંધણના રેટમાં 30 પૈસાનો ઘટાડો થયો છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Latest Rates: સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ-ડીઝલ 30 પૈસા પ્રતિ લીટર સસ્તા થયા, જાણો આપના શહેરના રેટ્સ

  • Share this:
    Petrol-Diesel Price, 12th September 2021: પેટ્રોલ અને ડીઝલની કિંમતો આજે એટલે કે રવિવાર, 12 સપ્ટેમ્બર 2021ના રોજ પણ સ્થિર છે. આ સતત સાતમો દિવસ છે જ્યારે ઇંધણની કિંમતોમાં (Fuel Rates) કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો. પેટ્રોલ-ડીઝલની કિંમતો 5 સપ્ટેમ્બરે છેલ્લી વાર બદલાઈ હતી. ત્યારે કિંમતમાં 15 પૈસા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થયો હતો. પરંતુ સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) કરેલા બાદ પણ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર છે.

    સપ્ટેમ્બર મહિનામાં (September 2021) પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમતો (Diesel Price Today) અત્યાર સુધી બે વાર ઘટી છે. પરંતુ ઊંચા દરો હજુ પણ છે. 1 સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરાયો હતો અને બાદમાં 5 સપ્ટેમ્બરે પણ ઇંધણની કિંમતોમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરાયો હતો. એટલે કે સપ્ટેમ્બરમાં અત્યાર સુધી ઇંધણના રેટમાં 30 પૈસાનો ઘટાડો થયો છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 12 September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, સસ્તું ઘર ખરીદવાની તક! કોટક મહિન્દ્રા બેંકે Home Loan પર વ્યાજ દર ઘટાડ્યા

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Earn Money: માત્ર 50 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 1 લાખની કમાણી, સરકાર આપશે 35% સબ્સિડી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: