Home /News /business /Petrol Diesel Price Today: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા કે મોંઘા? ફટાફટ કરો ચેક

Petrol Diesel Price Today: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા કે મોંઘા? ફટાફટ કરો ચેક

સરકારી ઓઇલ કંપનીઓ રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરે છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol Diesel Price Today: આપના વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો આપના શહેરના લેટેસ્ટ રેટ્સ

Petrol Diesel Price, 8 September 2021: આંતરરાષ્ટ્રીય બજારના આધાર પર દેશની સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) 8 સપ્ટેમ્બર, 2021 માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. નવી કિંમતો મુજબ, આજે સતત ત્રીજો દિવસ છે જ્યારે પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલના ભાવમાં (Diesel Price Today) કોઈ ફેરફાર નથી કરાયો. લાંબા સમયથી ઈંધણની કિંમતોમાં (Fuel Rates) ઉછાળ જોવા નથી મળ્યો અને છેલ્લા થોડા દિવસોમાં અનેકવાર કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને લાંબા સમય સુધી ભાવ સ્થિર પણ રહ્યા હતા.

બુધવાર પહેલા છેલ્લીવાર રવિવારે કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને રવિવારે દેશના અલગ-અલગ શહેરોમાં 10 પૈસાથી લઈને 15 પૈસા ઈંધણના ભાવમાં ઘટાડો કરાયો હતો. જોકે, હજુ પણ પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ સ્તર પર છે અને અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે અને અનેક શહેરોમાં તો ડીઝલે પણ 100નો આંકડો પાર કરી દીધો છે.

પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 8 September 2021)

>> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
>> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
>> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
>> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
>> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, Business Idea: SBI આપી રહી છે દર મહિને 60 હજાર રૂપિયા કમાવાની તક, જમા કરાવો માત્ર આ ડોક્યુમેન્ટ્સ

ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

>> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, Earn Money: આ સ્કીમમાં રોજ જમા કરો માત્ર 70 રૂપિયા, આટલા વર્ષોમાં બની જશો લાખોના મલિક, જાણો કેવી રીતે

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
First published:

Tags: Diesel, Diesel Price, Petrol, Petrol price

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો