Home /News /business /Petrol-Diesel Price: સરકાર ઇચ્છે તો 30 ટકા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો કઇ રીતે

Petrol-Diesel Price: સરકાર ઇચ્છે તો 30 ટકા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો કઇ રીતે

પેટ્રોલ-ડીઝલ કિંમત

દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત 104.61 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ડીઝલની કિંમત 96 રૂપિયા પ્રતિ લીટર આસપાસ પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત (Mumbai Petrol price) 119.67 રૂપિયા સુધી પહોંચી છે.

નવી દિલ્હી: તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામારાવે (KTR) સોમવારે દાવો કર્યો હતો કે જો કેન્દ્ર સરકાર સેસ (Cess) હટાવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price Hike)માં ઓછામાં ઓછો 30 ટકાનો ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે 14 દિવસમાં 12મી વખત તેલની કિંમતોમાં વધારો સામાન્ય માણસ પર કોઈ ત્રાસ કરતાં વધુ છે. આ દરમિયના મંગળવારે સરકારી ઓઇલ કંપનીઓે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. બે અઠવાડિયાથી ઓછા સમયમાં કુલ 9.20 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. સોમવારે વિવિધ વિપક્ષી દળોના સભ્યોએ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં સતત વધારાના મુદ્દે સંસદમાં હંગામો કર્યો હતો.

ઇંધણની વધતી કિંમતો છે ત્રાસ


રામારાવે ટ્વીટ કર્યું કે ચીનના ત્રાસ વિશે ફક્ત પુસ્તકોમાં વાંચો. ઈંધણના ભાવમાં આ સતત 80 પૈસાનો વધારો. 14 દિવસમાં 12મો વધારો કોઈપણ ત્રાસ અને કોઇ પણ રેકોર્ડ તોડવા સમાન છે. તેમણે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણને પૂછ્યું કે, ક્રૂડ ઓઈલની કિંમતો પર સંસદમાં ચર્ચા કરવામાં શા માટે સંકોચ અનુભવો છો? ઇંધણની કિંમતોને નીચે લાવવા માટે સેસ દૂર કરી શકીએ છીએ.


30 ટકા ઘટી શકે છે કિંમતો


KTRએ દાવો કર્યો હતો કે જો કેન્દ્ર સરકાર સેસ હટાવે તો ઈંધણના ભાવમાં ઓછામાં ઓછા 30 ટકાનો ઘટાડો થઈ શકે છે. તેમણે લખ્યું છે કે જે લોકો શેખી કરે છે કે રાજ્યો તેમના ટેક્સને કેવી રીતે ઘટાડી શકે છે, તેલંગાણામાં અમે છેલ્લા 7 વર્ષમાં (જાન્યુઆરી 2015) વેટમાં વધારો કર્યો નથી. તેમણે કહ્યું કે અમારી માંગ એનડીએ સરકાર દ્વારા લાદવામાં આવેલા અંધાધૂંધ સેસને ખતમ કરવાની છે. જેનાથી ઈંધણના ભાવમાં ઓછામાં ઓછો 30 ટકાનો ઘટાડો થશે.

આ પણ વાંચો: હેલ્થ વીમાના પ્રીમિયમમાં નહીં થાય ઘટાડો, સરકારે આશા પર પાણી ફેરવ્યું 

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100ને પાર


દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત 104.61 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ડીઝલની કિંમત 96 રૂપિયા પ્રતિ લીટર આસપાસ પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત (Mumbai Petrol price) 119.67 રૂપિયા સુધી પહોંચી છે, જ્યારે ડીઝલની કિંમત (Diesel price today) 104 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. કંપનીઓએ છેલ્લા 15 દિવસમાં 13મી વખત પેટ્રોલમાં વધારો કર્યો છે.

લગભગ સાડા ચાર મહિના સુધી સ્થિર રહ્યા બાદ 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારપછી આ નવમી વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યારસુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ 9.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

આ પણ વાંચો: સોનાની કિંમત ઘટી, ખરીદી પહેલા જાણો ભાવમાં કેટલો ઘટાડો થયો 

દરરોજ બદલાય છે કિંમત


તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.
First published:

Tags: Crude oil, Diesel, Petrol