Petrol Diesel Price: 48 દિવસ સ્થિર રહ્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ, જાણો આપના શહેરના Rates

Petrol Diesel Price: 48 દિવસ સ્થિર રહ્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ, જાણો આપના શહેરના Rates
અમદાવાદમાં 60 કલાકના કર્ફ્યૂ પહેલા પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘું, ટેન્ક ફુલ કરાવતા પહેલા જાણી લો આજના ભાવ

અમદાવાદમાં 60 કલાકના કર્ફ્યૂ પહેલા પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘું, ટેન્ક ફુલ કરાવતા પહેલા જાણી લો આજના ભાવ

  • Share this:
    Petrol Diesel Price: ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલા ભાવમાં સુસ્તી જોવા મળી રહી છે. તેનાથી ઉલટું ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 48 દિવસ બાદ આગ લાગી ગઈ. સરકારી ઓઇલ કંપનીઓએ (Government oil companies) આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘા કરી દીધા છે. પેટ્રોલના ભાવ (Petrol Price Hike)માં સરેરાશ 20 પૈસા અને ડીઝલના ભાવ (Diesel Price Hike)માં સરેરાશ 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 17 પૈસા અને ડીઝલ 22 પૈસા મોંઘું થઈ ગયું છે.

    આ પહેલા પેટ્રોલના ભાવમાં છેલ્લીવાર 22 સપ્ટેમ્બરે 7થી 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. 1 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ડીઝલનો ભાવ 3 રૂપિયા પ્રતિ લીટથી વધુ ઓછો થયો છે. જોકે પેટ્રોલના ભાવ પર કોઈ અસર નહોતી થઈ. ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Price)ની કિંમતમાં કોઈ ફેરફાર નહોતો થયો.



    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 20 November 2020)

    દિલ્હી- પેટ્રોલ 81.23 રૂપિયા અને ડીઝલો 70.68 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 87.92 રૂપિયા અને ડીઝલો 77.11 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 82.79 રૂપિયા અને ડીઝલો 74.24 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.31 રૂપિયા અને ડીઝલો 76.17 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Coronavirus: ભારતમાં ક્યારે અને કેટલા રૂપિયામાં મળશે કોરોના વેક્સીન, જાણો તમામ વિગતો

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

    આ પણ વાંચો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બીજા નંબરે ગબડી ટીમ ઈન્ડિયા, ICCએ અચાનક બદલ્યો નિયમ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 20, 2020, 08:48 am

    टॉप स्टोरीज