Petrol Diesel Price: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, ફટાફટ જાણી લો નવા Rates

Petrol Diesel Price: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, ફટાફટ જાણી લો નવા Rates
ડીઝલ પ્રતિ લીટર 18થી 20 પૈસા મોંઘું થયું, પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો વધારો, જાણો તમારા શહેરમાં શું છે Rates

ડીઝલ પ્રતિ લીટર 18થી 20 પૈસા મોંઘું થયું, પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો વધારો, જાણો તમારા શહેરમાં શું છે Rates

  • Share this:
    Petrol Diesel Price: સરકારી ઓઇલ કંપની (Government Oil Companies)ઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Rates)માં આજે પણ વધારો કરવામાં આવ્યો છે. ડીઝલના ભાવમાં 18થી 20 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 8 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, શુક્રવારે 48 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 22 November 2020)



    દિલ્હી- પેટ્રોલ 81.46 રૂપિયા અને ડીઝલો 71.07 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 88.16 રૂપિયા અને ડીઝલો 77.54 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 83.03 રૂપિયા અને ડીઝલો 74.64 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.53 રૂપિયા અને ડીઝલો 76.55 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, ખુશખબરીઃ બિલકુલ Freeમાં Netflix જોવાની તક, જાણો ક્યારે અને કેવી રીતે મળશે ઓફરનો લાભ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, આ છે આ વર્ષના 20 સૌથી નબળા પાસવર્ડ, ક્યાંક તમે પણ નથી રાખ્યોને આવો Password, જુઓ યાદી

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 22, 2020, 08:17 am