નવી દિલ્હી: લોકસભામાં હાલમાં સવાલ જવાબ સેશનમાં નાણા રાજ્ય મંત્રી શિવ પ્રતાપ શુક્લએ જણાવ્યું કે, એક લિટર પેટ્રોલ પર પર 96.9 ટકા ટેક્સ લાદવામાં આવેલો છે. તો ડિઝલ પર 60.3 ટકા છે. આપને જણાવી દઇએ કે પેટ્રોલ અને ડિઝલનાં વધતા ભાવથી પરેશાન આમજનતાને રાહત આપવા માટે સરકારે ઓક્ટોબરમાં ફ્યુલની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જો હાલમાં પેટ્રોલ અને ડિઝલ પરથી ટેક્સ અને ડિલર્સનું કમિશન હટાવવામાં આવે તો એક લીટર પેટ્રોલનો ભાવ આમ આદમીને ફક્ત 34 રૂપિયામાં પડે છે.
સરકારને થાય છે મોટી કમાણી- એક અન્ય સવાલનાં જવાબાં નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારને ગત વર્ષ દરમિયાન પેટ્રોલ પર 73,516.8 કરોડ રૂપિયા અને ડિઝલ પર 1.5 લાખ કરોડ રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી એકઠી કરી છે. આપને જણાવી દઇએ કે પેટ્રોલ અને ડિઝલનાં ભાવ જે બજાર નિર્ધારિત છે. દૈનિક આધાર પર બદલાતા રહે છે.
આવી રીતે સમજો- 19 ડિસેમ્બરનાં રોજ પેટ્રોલનો ભાવ 70.63 રૂપિયે પ્રતિ લીટર હતો. જેમાં 17.98 રૂપિયા સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, 15.02 રાજ્ય વેટ અને ડિલરનું કમિશન 3.59 રૂપિયા શામેલ હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર