Petrol Diesel Price: આવી ગયો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ, ફટાફટ કરો ચેક

News18 Gujarati
Updated: October 21, 2020, 8:09 AM IST
Petrol Diesel Price: આવી ગયો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ, ફટાફટ કરો ચેક
આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

  • Share this:
નવી દિલ્હીઃ સરકારી ઓઇલ કંપનીઓ (Government oil companies)એ આજે સતત 20મા દિવસે પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Price)ના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. આજે બુધવારે દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલ 70.46 રૂપિયા પ્રતિ લીટર પર ટકેલું રહ્યું. પરંતુ જો આંતરરાષ્ટ્રીય બજારમાં જોઈએ તો અમેરિકામાં ક્રૂડ આઉટપુટ (Crude Output)માં લગભગ 17 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેનાથી આંતરરાષ્ટ્રીય ઇંધણ બજરમાં ફરી એકવાર તેજીના સંકેત છે. જોકે સ્થાનિક બજાર (Domestic Market)માં જોઈએ તો હાલ તેની કોઈ અસર નથી.

જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 21 October 2020)

દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.આ પણ વાંચો, WhatsApp યૂઝર્સને ગિફ્ટ! ટૂંક સમયમાં લેપટોપ-કોમ્પ્યૂટર ઉપર પણ મળશે વોઈઝ અને વીડિયો કોલ સર્વિસ

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો, ભારત, US, જાપાન અને ઓસ્ટ્રેલિયન નેવીના આ યુદ્ધાભ્યાસથી કેમ ચિંતિત થયું ચીન?

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
Published by: Mrunal Bhojak
First published: October 21, 2020, 8:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading