Home /News /business /Petrol Diesel Price Today: સતત 23મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

Petrol Diesel Price Today: સતત 23મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol Diesel Price Today: અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણો એક ક્લિકમાં

Petrol Diesel Price Today, 9 August 2021: આજે સતત 23મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર જાહેર નથી કરાયો. સરકારી ઓઇલ કંપનીઓએ આ પહેલા ગત 17 જુલાઈએ પેટ્રોલના ભાવ (Petrol Price)માં 30 પૈસાનો વધારો કર્યો હતો. ડીઝલના ભાવ (Diesel Price)માં ગત 15 જુલાઈએ 15 પૈસાનો વધારો થયો હતો. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil Rates)માં આ સપ્તાહ પણ ઘટાડા જ સંકેત હોવા છતાંય ભારતમાં ઈંધણના ભાવ ઘટાડવામાં નથી આવી રહ્યા.

9 ઓગસ્ટ, 2021 પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 9 August 2021)

>> દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ – પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા – પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
>> ચંદીગઢ – પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 89.50 રૂપિયા પ્રતિ લીટર
>> રાંચી – પેટ્રોલ 96.68 રૂપિયા અને ડીઝલ 94.84 રૂપિયા પ્રતિ લીટર
>> લખનઉ – પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 90.26 રૂપિયા પ્રતિ લીટર
>> પટના – પેટ્રોલ 104.25 રૂપિયા અને ડીઝલ 95.57 રૂપિયા પ્રતિ લીટર
>> ભોપાલ – પેટ્રોલ 110.20 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લીટર

ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat: 9 August 2021)

>> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, ખેડૂતો માટે Toyotaની શાનદાર ઓફર, મકાઈ અને સોયાબીનને બદલે ઘરે લઈ જાઓ SUV

19 રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે.

આ પણ વાંચો, Sarkari Naukri 2021: ધોરણ-8થી ધોરણ-10 પાસ માટે બમ્પર સરકારી નોકરીઓ, 10 ઓગસ્ટ પહેલા કરો અરજી

નોંધનીય છે કે, મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
" isDesktop="true" id="1122480" >

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
First published:

Tags: Diesel Price, Diesel price in gujarat, Diesel Price Today, Petrol price, Petrol price in Gujarat, Petrol Price Today, Petrol rate

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો