Petrol-Diesel Price Today: રવિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ ફેરફાર સવારે 6 વાગ્યે થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Rates, 3 October: રવિવારે આપના વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો કેટલા મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ

  • Share this:
    Petrol-Diesel Rates, 3rd October 2021: સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) આજે સતત ચોથા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે ડીઝલના ભાવમાં (Diesel Price Today) 29થી 36 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. તો પેટ્રોલના ભાવમાં (Petrol Price Today) પણ પ્રતિ લીટર 25થી 33 પૈસાનો વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ (Delhi Petrol Diesel Rates) 102.39 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 90.77 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 108.43 રૂપિયા તથા ડીઝલની કિંમત 98.48 પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.07 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 93.87 રૂપિયા લીટર છે. બીજી તરફ, ચેન્નઈમાં પેટ્રોલ 100.01 રૂપિયા લીટર છે તો ડીઝલ 95.31 રૂપિયા પ્રતિ લીટર છે. નોંધનીય છે કે, સરકારી ઓઇલ કંપનીઓએ શનિવારે પેટ્રોલમાં 25 પૈસા જ્યારે ડીઝલમાં 30 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો હતો.

    આ રાજ્યોમાં 100 રૂપિયાને પાર પેટ્રોલનો ભાવ

    નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 3rd October 2021)

    >> દિલ્હી પેટ્રોલ 102.39 રૂપિયા અને ડીઝલ 90.77 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 108.43 રૂપિયા અને ડીઝલ 98.48 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 100.01 રૂપિયા અને ડીઝલ 95.32 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 103.07 રૂપિયા અને ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price Today)

    >> અમદાવાદ - પેટ્રોલ 99.21 રૂપિયા અને ડીઝલ 97.82 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.83 રૂપિયા અને ડીઝલ 97.37 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.97 રૂપિયા અને ડીઝલ 97.60 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.61 રૂપિયા અને ડીઝલ 97.14 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, LIC પોલિસીધારકો માટે કામના સમાચાર, આ રીતે અપડેટ કરો પોતાની ડિટેલ્સ, મોબાઇલ પર મળશે તમામ જાણકારી

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો, SBI Car Loan: કાર લોન પર SBI આપી રહી છે વિવિધ બેનિફિટ્સ, આ રીતે કરો એપ્લાય

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: