Petrol Diesel Price Today: ન મળી રાહત, આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, ફટાફટ કરો ચેક

પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર (Shutterstock તસવીર)

Petrol-Diesel Rates, 01 October: પેટ્રોલ 22થી 30 પૈસા અને ડીઝલ 29થી 32 પૈસા મોંઘું થયું, જાણો આપના શહેરમાં કેટલો થયો ભાવ

  • Share this:
    Petrol-Diesel Rates, 1st October 2021: સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે ડીઝલના ભાવમાં (Diesel Price Today) 29થી 32 પૈસા પ્રતિ લીટર તો બીજી તરફ પેટ્રોલના ભાવમાં (Petrol Price Today) 22થી 30 પૈસાનો વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ (Delhi Petrol Diesel Price) 101.89 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 90.17 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં (Mumbai Petrol Diesel Price) પેટ્રોલની કિંમત 107.95 રૂપિયા તથા ડીઝલની કિંમત 97.84 રૂપિયા પ્રતિ લીટર છે.

    નોંધનીય છે કે, કાલે પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટર તો ડીઝલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. બુધવારે કિંમતો સ્થિર રહી હતી. મંગળવારે પેટ્રોલની કિંમત 20 પૈસા અને ડીઝલની કિંમત 25 પૈસા વધી હતી. સરકારી ઓઇલ કંપનીઓએ લગભગ 22 દિવસ બાદ મંગળવારે પહેલીવાર પેટ્રોલની કિંમત વધારી હતી. બીજી તરફ, ડીઝલના ભાવમાં સતત વધારાનું વલણ ચાલુ છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 1st October 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.89 રૂપિયા અને ડીઝલ 90.17 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.95 રૂપિયા અને ડીઝલ 97.84 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.58 રૂપિયા અને ડીઝલ 94.74 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 102.47 રૂપિયા અને ડીઝલ 93.27 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, નવી કારની સાથે કેમ જરૂરી છે Zero Depreciation Insurance, જાણો તેના ફાયદા

    આ રાજ્યોમાં 100 રૂપિયાને પાર પેટ્રોલનો ભાવ

    નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

    આ પણ વાંચો, Amazon લાખો લોકોને આપી રહી છે કમાણી કરવાની તક, ઘરે બેઠા પણ કરી શકશો કામ- જાણો કેવી રીતે

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: