Petrol, Diesel Price Today: આજે આપના શહેરમાં મોંઘા કે સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ? ફટાફટ જાણો આજના Rates

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Petrol, Diesel Price Today: અમદાવાદ અને સુરતમાં શું ભાવે વેચાઈ રહ્યા છે પેટ્રોલ-ડીઝલ, જાણો એક ક્લિકમાં

  • Share this:
    Petrol Diesel Price, 29 August 2021: દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે. બીજી તરફ, ડીઝલના ભાવ પણ રેકોર્ડ સ્તરે છે. આ દરમિયાન સરકારી ઓઇલ કંપનીઓએ રવિવાર, 29 ઓગસ્ટ 2021 માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ (Petrol Rate Today) અને ડીઝલની કિંમતોમાં (Diesel Rate Today) કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરાયો. દેશમાં ઈંધણની કિંમતો (Fuel Rates) સ્થિર છે. આ સપ્તાહે મંગળવારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરાયો હતો. ત્યારબાદથી ભાવ સ્થિર છે. દેશમાં ઈંધણ રેકોર્ડ કિંમતો પર વેચાઈ રહ્યું છે. તેના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ મોંઘા થઈ રહ્યા છે, કારણ કે કોઈ પણ સામાન પર ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય છે.

    જો આજે ઈંધણની કિંમતો પર નજર કરીએ તો ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ કિંમતો સ્થિર છે. મંગળવારે રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં ઈંધણની કિંમતોમાં 15 પૈસા સુધી ઘટાડો થયો હતો.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 29 August 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.52 રૂપિયા અને ડીઝલ 96.48 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.20 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.82 રૂપિયા અને ડીઝલ 91.98 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.79 રૂપિયા અને ડીઝલ 89.49 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.98 રૂપિયા અને ડીઝલ 94.34 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.56 રૂપિયા અને ડીઝલ 89.29 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.66 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, EPFO: PF સાથે કપાતા પેન્શનના પૈસા ક્યારે મળે છે? અહીં જાણો શું કહે છે નિયમ


    અમદાવાદ અને સુરતના ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.27 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.12 રૂપિયા અને ડીઝલ 95.65 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Multibagger Stock 2021: 1.55 રૂપિયાના આ શેરથી રોકાણકારો થયા માલામાલ, એક વર્ષમાં એક લાખના થયા 20.53 લાખ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: