Home /News /business /પેટ્રોલ ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રીએ કહી આ વાત, જાણીને થઈ જશો ખુશ

પેટ્રોલ ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રીએ કહી આ વાત, જાણીને થઈ જશો ખુશ

પેટ્રોલ-ડીઝલ થઈ શકે છે સસ્તું

Petrol Diesel price: કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે ઈન્ડિયા એનર્જી વીક 2023ને (India Energy Week 2023) સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા છે અને ભારતને જ્યાંથી પણ વાજબી કિંમતે તેલ મળી શકે છે, ત્યાંથી તે ખરીદી કરશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે ઈન્ડિયા એનર્જી વીક 2023ને (India Energy Week 2023) સંબોધિત કરતા કહ્યું કે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા છે અને ભારત જ્યાંથી પણ વાજબી ભાવે તેલ મેળવી શકે છે, ત્યાંથી ખરીદી કરશે. ઈન્ડિયા એનર્જી વીક ભારતની ઉર્જા સુરક્ષા, પોષણક્ષમતા અને આપણા નાગરિકો માટે સુલભતા સુનિશ્ચિત કરે છે અને વૈશ્વિક ઉર્જા સંક્રમણમાં ભારતની ભૂમિકા માટે પીએમના લાંબા ગાળાના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

પુરીએ જણાવ્યું હતું કે, દેશ તેની કુલ તેલ જરૂરિયાતોના 85 ટકા અને કુદરતી ગેસની 50 ટકા આયાત દ્વારા પૂરી કરે છે. આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે શેરડી અને અન્ય કૃષિ પેદાશોમાંથી મેળવવામાં આવતા ઇથેનોલને પેટ્રોલમાં ભેળવવામાં આવે છે. પુરીએ કહ્યું કે, વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય છે. જણાવી દઈએ કે, આ કાર્યક્રમનું આયોજન ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ભારતના વધતા પગલાને દર્શાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Petrol Under GST:કેન્દ્ર પેટ્રોલ-ડિઝલને જીએસટીની સીમામાં લાવવા તૈયાર: પુરી

PMએ ઈન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કર્યું

જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક (IEW) 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. PM એ કહ્યું કે, ભારત ઉર્જા ક્ષેત્રે ઝડપથી વિસ્તરી રહ્યું છે અને આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ સંભાવનાઓ છે. પીએમએ વધુમાં કહ્યું કે, મહામારી અને યુદ્ધની અસરો છતાં ભારત 2022માં ચમકતો સિતારો બની રહ્યો છે.

પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે

હરદીપ સિંહ પુરીએ ઈન્ડિયા એનર્જી વીક કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, ભારત તેલની ખરીદીના મામલે તેના મોટા બજારનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે, અમે માર્કેટ કાર્ડનો ઉપયોગ કરીશું. જ્યાં પણ અમને વાજબી ભાવે તેલ મળશે, અમે ત્યાંથી તેની આયાત કરીશું.

આ પણ વાંચો: Gold Price Weekly: સોનું ₹203 મોંઘું, ચાંદી ₹676 તૂટ્યું, જાણો આખા સપ્તાહની બજાર સ્થિતિ

રશિયા ભારતનું સૌથી મોટું તેલ સપ્લાયર

ભારત 2006-07માં 27 દેશોમાંથી તેલ આયાત કરતું હતું. 2021-22માં આ સંખ્યા વધીને 39 થઈ ગઈ છે. નવા સપ્લાયર્સમાં કોલંબિયા, રશિયા, લિબિયા, ગેબોન અને ઇક્વેટોરિયલ ગિનીનો સમાવેશ થાય છે. આ સાથે જ રશિયા ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બની ગયો છે.
First published:

Tags: Hardeep singh puri, Petrol and diesel, Petrol price

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો