Home /News /business /

એક મહિનામાં 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થઈ શકે છે પેટ્રોલ!

એક મહિનામાં 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થઈ શકે છે પેટ્રોલ!

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચુ તેલ સસ્તુ થઈ ગયું છે

    છેલ્લા એક અઠવાડીયાથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. અગામી એક મહિનામાં પેટ્રોલ 7 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચુ તેલ સસ્તુ થઈ ગયું છે. આ સાથે અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયામાં મજબુતાઈ આવી છે. જેથી એક્સપર્ટ માને છે કે, દેશમાં પેટ્રોલ 6-7 રૂપિયા સસ્તુ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં છેલ્લા 7 દિવસ દરમ્યાન પેટ્રોલના ભાવ 82.83 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને 81.25 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયા છે.

    6-7 રૂપિયા સુધી ઘટી શકે છે ભાવ - કેડિયા કોમોડિટાના એમડી અજય કેડિયાએ ન્યૂઝ18 હિન્દીને જણાવ્યું કે, સાઉદી અરબ તરફથી કાચા તેલની સપ્લાય વધવાથી ભાવ ઘટી રહ્યા છે. 3 ઓક્ટોબરે કાચુ તેલ પોતાના આ વર્ષના ઉપરી સ્તર 86.74 ડોલર પ્રતિ બેરલ પર હતું. તે હવે 13 ટકા ઘટીને તેની કિંમત 76 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.

    એજય કેડિયાએ જણાવ્યું કે, કાચુ તેલ અહીંથી 70 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. જેથી રૂપિયો વધુ સસ્તો થશે. એક અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયો 72.50 રૂપિયા સુધી આવી શકે છે, તો દેશમાં પેટ્રોલના ભાવ 6-7 રૂપિયા સુધી ઘટવાનું અનુમાન છે. જોકે, સરકાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓને એક રૂપિયાની છૂટ પાછી લેવા કહી શકે છે.

    પેટ્રોલ-ડિઝલના ભાવ આના આધાર પર થાય છે નક્કી - એનર્જી એક્સપર્ટ નરેન્દ્ર તનેજાએ ન્યૂઝ18 હિંદીને જણાવ્યું કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ત્રણ આધાર પર પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી કરે છે. પહેલું ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ(કાચા તેલનો ભાવ), બીજુ દેશમાં ઈમ્પોટ કરતા સમયે ભારતીય રૂપિયાની ડોલરના મુકાબલે કિંમત. આ સિવાય ત્રીજો આધાર ઈન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ કેટલો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: May, Petrol-diesel-price, ગુજરાતી

    આગામી સમાચાર