Home /News /business /શું પેટ્રોલ-ડીઝલમાં થશે 2 રુપિયા જેટલો ઘટાડો? ટૂંક સમયમાં જ મળી શકે છે ગુડ ન્યુઝ
શું પેટ્રોલ-ડીઝલમાં થશે 2 રુપિયા જેટલો ઘટાડો? ટૂંક સમયમાં જ મળી શકે છે ગુડ ન્યુઝ
પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે આ છે તેના કારણો.
Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલની કિંમતોમાં આગામી દિવસોમાં રુ. 2 જેટલો ઘટાડો આવી શકે છે. તેની પાછળનું કારણ સરકારી તેલ કંપનીઓમાં એકવાર ફરી માર્જિન વધતા આ શક્યતા જોવાઈ રહી છે. આ પહેલા સરકારે મે મહિનામાં પેટ્રોલ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડ્યો હતો.
નવી દિલ્હીઃ સરકાર ટૂંક સમયાં જ રાહતના સમાચાર આપી શકે છે. મળતી માહિતી મુજબ સરકાર પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો કરી શકે છે. વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થયા બાદ પેટ્રોલિય કંપનીઓનું માર્જીન પણ વધ્યું છે અને હવે તેઓ નુકસાનની જગ્યાએ નફો રળી રહી છે. તેને જોતા સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં 2 રુપિયા જેટલો ઘટાડો કરી શકે છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર જો પેટ્રોલ ડીઝલની કિંમતોમાં જો ઘટાડો આવે છે તો મે 2022 બાદ તેલની કિંમતોમાં આ પ્રથમ ઘટાડો હશે. મે મહિનામાં સરકારે બંને ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. ત્યારે સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી પ્રતિ લીટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી હતી. સરકારી ઓઈલ કંપનીઓને ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટું માર્જિન મળવા લાગ્યું છે. રિપોર્ટ અનુસાર, કંપનીઓને પેટ્રોલ પર 6 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 10 રૂપિયા સુધીનું માર્જિન મળી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં છેલ્લા 24 કલાકમં ઘણો ઉતરાચઢાવ જોવા મળ્યો નથી. તેના કારણે બુધવારે સવારે દેશમાં મોટાભાગની જગ્યાએ પેટ્રોલ ડીઝલની કિંમતો સ્થિર રહી હતી. તેમજ સરકારી તેલ કંપનીઓના હાલના ભાવ પ્રમાણે રાજસ્થાનના ગંગાનગર અને હનુમાનગઢ જિલ્લા માં દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે.
સરકારે મંગળવારે વિન્ડફોલ ટેક્સ એટલે કે કંપનીઓના નફામાં ભાગીદારીમાં ઘટાડો કર્યો, જે દર્શાવે છે કે સ્થાનિક બજારમાં તેલની કિંમતો પરનું દબાણ હવે હળવું થઈ રહ્યું છે. જો સરકાર પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરે તો જનતાને મોંઘવારીમાં રાહત તો મળશે જ પરંતુ હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં યોજાનારી ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષને રાજકીય લાભ પણ મળશે અને આ અંગે વિપક્ષના મોંઘવારી વિશેના આક્ષેપોનો જવાબ પણ આપી શકાય છે.
ભારત તેની 25 ટકા ક્રૂડ ઓઈલની ખરીદી બ્રેન્ટ ક્રૂડમાંથી કરે છે. આવી સ્થિતિમાં જ્યારે સરકારે મે મહિનામાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો ત્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 115 ડોલર હતી જે હાલમાં પ્રતિ બેરલ 95 ડોલર પર ચાલી રહી છે. આટલું જ નહીં સપ્ટેમ્બરમાં તેની કિંમત પ્રતિ બેરલ $90 સુધી પહોંચી ગઈ હતી.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર