પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો, મુંબઈમાં પેટ્રોલ 90 રૂપિયાથી પણ મોંઘું, જાણો નવા Rates

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો, મુંબઈમાં પેટ્રોલ 90 રૂપિયાથી પણ મોંઘું, જાણો નવા Rates
સોમવારે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો

સોમવારે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકાયો

  • Share this:
    નવી દિલ્હીઃ લગ્નની સીઝનની વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Rates)માં વધારાનું વલણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. સોમવારે સતત છઠ્ઠા દિવસે પણ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) આજે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. રવિવારે જ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)એ કહ્યું હતું કે અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીઓ અને કેટલાક બીજા દેશોની આંતરિક સમસ્યાઓના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ વધ્યો છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 7 December 2020)



    દિલ્હી- પેટ્રોલ 83.71 રૂપિયા અને ડીઝલ 73.83 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 90.34 રૂપિયા અને ડીઝલ 80.51 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 85.19 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 86.51 રૂપિયા અને ડીઝલ 79.21 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ જુઓ, VIDEO: લગ્નના થોડા કલાક પહેલા દુલ્હન કોરોના પોઝિટિવ, કોવિડ કેર સેન્ટરમાં PPE કિટ પહેરીને લીધા સાત ફેરા

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, Pfizerની કોરોના વેક્સીનને ભારતમાં મંજૂરી મળવી મુશ્કેલ, આ શરતના કારણે વાત અટકી

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 07, 2020, 08:14 am

    ટૉપ ન્યૂઝ