નવા વર્ષમાં પહેલીવાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો આજના Rates

નવા વર્ષમાં પહેલીવાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો આજના Rates
સતત 29 દિવસ સુધી સ્થિર થયા બાદ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો આપના શહેરનો રેટ

સતત 29 દિવસ સુધી સ્થિર થયા બાદ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો આપના શહેરનો રેટ

  • Share this:
    નવી દિલ્હીઃ સતત 29 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Rates)માં વધારો જોવા મળી રહ્યો છે. ઓઇલ કંપનીઓ દરરોજ સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવને રિવાઇઝ કરે છે. પરંતુ છેલ્લા 29 દિવસમાં ભાવમાં કોઈ ફેરફાર નહોતો જોવા મળ્યો. પરંતુ આજે નવા વર્ષમાં પહેલી વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયું છે. ઈન્ડિયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ આજે ડીઝલના ભાવમાં 25થી 27 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 24થી 26 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આવો જાણીએ આજનો નવો ભાવ...

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 6 January 2021)



    દિલ્હી- પેટ્રોલ 83.97 રૂપિયા અને ડીઝલ 74.12 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 90.60 રૂપિયા અને ડીઝલ 80.78 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 85.44 રૂપિયા અને ડીઝલ 77.70 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 86.75 રૂપિયા અને ડીઝલ 79.46 રૂપિયા પ્રતિ લીટર છે.

    રોજ સવારે 6 વાગ્યે કિંમત થાય છે જાહેર

    નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જાહેર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય બાબતો જોડ્યા બાદ ભાવ લગભગ બમણો થઈ જાય છે.

    આ પણ વાંચો, EPFO ખાતામાં ક્રેડિટ કરી રહ્યું છે વ્યાજ, શું આપના એકાઉન્ટમાં આવ્યા નાણા, આવી રીતે ચેક કરો બેલેન્સ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, માત્ર 5,999 રૂપિયા છે 5000mAh બેટરીવાળા આ સ્માર્ટફોનની કિંમત, મળશે HD+ ડ્રૉપ નૉચ ડિસ્પ્લે

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 06, 2021, 08:12 am

    ટૉપ ન્યૂઝ