સોમવારે પેટ્રોલ-ડીઝલના શું છે ભાવ? ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો Latest Rates

સોમવારે પેટ્રોલ-ડીઝલના શું છે ભાવ? ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો Latest Rates
ઓપેક પ્લસની બેઠક બાદ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે

ઓપેક પ્લસની બેઠક બાદ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે

  • Share this:
    નવી દિલ્હીઃ આંતરરાષ્રીstય બજારમાં કાચા તેલ (Crude Oil)ના ભાવમાં સતત ઉતાર-ચડાવ જોવા મળી રહ્યા છે. ઓપેક પ્લસની બેઠક બાદ ફરી એક વાર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price)માં તેજી આવી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર પણ આપણા સૌના જીવન પર મોટી અસર કરી શકે છે. ઓઇલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલાન ભાવ રિવાઇઝ કરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સપ્તાહના પહેલા દિવસ કોઈ ફેરફાર નથી કર્યો. આ પહેલા સતત બે દિવસ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 11 January 2021)



    દિલ્હી- પેટ્રોલ 84.20 રૂપિયા અને ડીઝલ 74.38 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 90.83 રૂપિયા અને ડીઝલ 81.07 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 85.68 રૂપિયા અને ડીઝલ 77.97 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 86.96 રૂપિયા અને ડીઝલ 79.72 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો,
    SBIએ કરોડો ગ્રાહકોને આપી ખુશખબરી! FD વ્યાજ દરમાં વધારો, ચેક કરો Latest Rates

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, આ કંપનીની OMG પોલિસી! દિવસમાં એકથી વધુ વાર Toilet Break લેતાં કર્મચારીને ભરવો પડે છે દંડ!

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 11, 2021, 08:03 am

    ટૉપ ન્યૂઝ