આનંદો! ઝડપથી સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, સરકાર ભરી રહી છે મોટું પગલું

પેટ્રોલપંપ (ફાઇલ તસવીર)

Crude oil from strategic reserves: ભારત ક્રૂડ ઓઇલના અનામત રાખવામાં આવેલા જથ્થામાંથી 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ રિફાઇનરીઓને આપશે.

  • Share this:
    નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર આમ આદમીને ફરી એકવાર રાહત દેવાની તૈયારીમાં છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત (Petrol-Diesel price)ને ઓછી કરવા માટે કેન્દ્ર સરકાર વધુ એક પગલું ભરવા જઈ રહી છે. આ માટે પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરની સરકાર કાચા તેલ (Crude oil)ના વધતા ભાવથી પરેશાન છે. આથી તમામ સરકારો આ સમસ્યાથી છૂટકારો મેળવવાના પ્રયાસમાં લાગી છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવના કાબૂમાં લાવવા માટે ભારત મોટી અર્થવ્યવસ્થાઓના પગલે પોતાના રણનીતિક તેલ ભંડાર (Strategic reserves of crude oil)માંથી ક્રૂડ ઓઇલ કાઢવાની સંભાવના પર વિચાર ચાલી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે મોદી સરકારે દિવાળી પહેલા આમ આદમીને મોટી રાહત આપી હતી. સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી (Excise dutty) ઘટાડી હતી. જે બાદમાં અનેક રાજ્ય સરકારોએ પણ વેટ (VAT)ના દરમાં ઘટાડો કરીને રાજ્યના લોકોને રાહત આપી હતી.

    50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ કાઢવાનો સરકારની યોજના

    ભારતમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો કરવા માટે અન્ય દેશોની જેમ ભારત રણનીતિક તેલ ભંડારમાંથી 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ કાઢવાની યોજના બનાવી રહ્યું છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું કે, રણનીતિક ભંડારમાંથી કાઢવામાં આવનાર આ ક્રૂડ ઓઇલને મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિડેટ (Mangalore Refinery and Petrochemicals Ltd- MRPL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Hindustan Petroleum Corp Ltd - HPCL)ને વેચવામાં આવશે. આ બંને સરકારી ક્રૂડ ઓઇલ રિફાઇનરી રણનીતિક તેલ ભંડાર સાથે પાઇપલાઇનથી જોડાયેલી છે.

    ઝડપથી થશે ઔપચારિક જાહેરાત

    અધિકારીનું કહેવું છે કે આ અંગે ઔપચારિક જાહેરાત ઝડપથી કરવામાં આવશે. અધિકારીના જણાવ્યા પ્રમાણે સાત દિવસની અંદર તેલ કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જરૂર પડશે તો ભારત રણનીતિક તેલ ભંડારમાંથી વધુ ક્રૂડ ઓઇલ કાઢવા અંગે પણ વિચાર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતના પશ્ચિમ અને પૂર્વ કાંઠે રણનીતિક તેલ ભંડાર આવેલા છે. જેની કુલ સંગ્રહ ક્ષમતા 3.8 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ છે.

    આ પણ વાંચો: Neobanks: એવી બેંકો જેની કોઈ શાખા જ નથી હોતી! જાણો શું હોય છે નિઓ બેંક અને તે કેવી રીતે કામ કરે છે?

    ક્રૂડ ઓઇલની કિંમત પર નજર કરીએ તો બ્રેન્ટનો ભાવ 80 ડૉલર નીચે ગયો છે. ક્રૂડ ઓઇલનો ભાવ 6 અઠવાડિયાના નીચલા સ્તર પર પહોંચ્યો છે. USના રાષ્ટ્રપ્રમુખના નિવેદન બાદ ક્રૂડ ઓઇલનો ભાવ દબાણમાં છે. જે બાદમાં OPEC+ સંગઠન યુએસ પર ભડક્યું છે. ઓપેકનું કહેવું છે કે હાલની સ્થિતિમાં ખરીદદારોનો નિર્ણય યોગ્ય નથી. ડિસેમ્બરની બેઠકમાં ઉત્પાદન વધારવા અંગે ફરીથી નિર્ણય કરીશું. ખરીદદાર દેશોના નિર્ણયથી હાલત વધારે નહીં સુધરે.
    Published by:Vinod Zankhaliya
    First published: