પેટ્રોલ-ડીઝલે તોડ્યો રેકોર્ડ, દિલ્હીમાં 88 રૂપિયે લીટર તો મુંબઈમાં 94 રૂપિયા લીટરને પાર, ચેક કરો આપના શહેરનો રેટ

પ્રતીકાત્મક તસવીર

મોંઘવારીની મારઃ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલ થયા મોંઘા, આપના વાહનની ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આજના ભાવ

  • Share this:
    નવી દિલ્હી. પેટ્રોલ અને ડીઝલના ભાવે (Petrol-Diesel Price Today) આજે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આ વધારાની બાદ ઈંધણના ભાવ દેશમાં અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. દેશની રાજધાની દિલ્હી (Delhi)માં પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 88.14 રૂપિયા અને ડીઝલનો ભાવ (Diesel Price Today) 78.38 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. બીજી તરફ મુંબઈ (Mumbai)માં 94.64 રૂપિયા લીટર તો ડીઝલ 85.32 રૂપિયા લીટર પર આવી ગયો છે. મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં પેટ્રોલનો ભાવ 96 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો. બીજી તરફ સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડવાનો ઇન્કાર કરી દીધો છે. એવામાં આવનારા દિવસોમાં તેની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા નથી.

    સરકારે રાહત આપવાનો કર્યો ઇન્કાર

    પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી ધમેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)એ રાજ્યસભા (Rajya Sabha)માં એક લેખિત જવાબમાં કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સમાં કોઈ ઘટોડો નહીં કરે. પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર લાગનારા ટેક્સને ઘટાડવાનો હજુ કોઈ પ્રસ્તાવ નથી. તેઓએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવો કે ઓછો કરવો સરકારની જરૂરિયાતો અને માર્કેટની સ્થિતિ જેવા અનેક પાસાઓ પર નિર્ભર કરે છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 12 February 2021)

    દિલ્હી- પેટ્રોલ 88.14 રૂપિયા અને ડીઝલ 78.38 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 94.64 રૂપિયા અને ડીઝલ 85.32 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 89.44 રૂપિયા અને ડીઝલ 81.96 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 90.44 રૂપિયા અને ડીઝલ 83.52 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, નોકરીથી વધુ નફો આપશે આ બિઝનેસ, રોજ થશે 4000 રૂપિયાથી વધુની કમાણી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએ લ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, WhatsApp કોલિંગ કરનારાઓ માટે ખૂબ જ ઉપયોગી છે આ ટ્રીક, ડેટાની થશે મોટી બચત


    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: