Petrol Diesel Price Today: સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો ગુજરાતના ચાર શહેરોના રેટ્સ

દેશના અનેક શહેરો એવા છે જ્યાં હાલ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Latest Price: કાચા તેલની કિંમતો વધી, ફટાફટ ચેક કરો આપના શહેરોમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • Share this:
    Petrol Diesel Price, 10th September 2021: દેશભરમાં સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 માટે સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) ઈંધણની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી (Fuel Rates Unchanged) કર્યો. પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલના ભાવમાં (Diesel Price Today) છેલ્લે 5 સપ્ટેમ્બરે ઘટાડો કરાયો હતો, જેમાં 15 પૈસા સુધી બંને ઈંધણ સસ્તા થયા હતા. લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઉછાળ નથી જોવા મળ્યો. જોકે, હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે.

    આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો (Crude Oil Rates) ગુરુવારે બીજા સત્ર માટે વધ્યા છે. બ્રેંટ 26 સેન્ટ (0.36 ટકા) વધીને 72.86 ડૉલર પ્રતિ બેરલ પર અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI) ક્રૂડ (0.17 ટકા) વધીને 69.42 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 10th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Earn Money: માત્ર 50 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 1 લાખની કમાણી, સરકાર આપશે 35% સબ્સિડી

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, TCSએ મોટાપાયે શરૂ કર્યું ભરતી અભિયાન, જાણો અરજી કરવાની પ્રક્રિયા અને શું હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: