Petrol-diesel Price: હું પેટ્રોલ છું અને કારણ વગર જ બદનામ છું, સાંભળો મારા નામે કેટલો ટેક્સ વસૂલાય છે

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનું ગ્રાફિક્સ

Petrol-diesel Price: થોડા વર્ષ પહેલા મને ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલ સાથે જોડી દેવામાં આવ્યું. ત્યાં ક્રૂડનો રેટ વધે છે તો મારું પણ મીટર વધવા લાગે છે. દેશમાં અત્યારે મારો મેનેજર કે પછી એમ કહો કે ગાર્જિયન ઇન્ડિયન ઓઇલ છે. ઇન્ડિયન ઓઇલને પૂછશો તો ખબર પડશે મારી સદી વિશે.

  • Share this:
નવી દિલ્હીઃ હું પેટ્રોલ છું, (Petrol) મારી કિંમતોમાં મેં સદી ફટકારી દીધી છે. મારી સદીના સમાચારો રોજ છવાયેલા રહે છે. દરેક ખેલાડીને સદી બનાવવા માટે ખૂબ પ્રેમ અને પૈસા મળે છે. પરંતુ હું આ સદી બનાવીને લોકોની વચ્ચે બદનામ થઇ ગયો છું અને પૈસા. તે પણ મારા નામે કોઇ બીજું જ લઇ જાય છે.

આ બધાની વચ્ચે જે મહત્વની વાત છે તે હું તમને જણાવવા માંગું છું. વાત એમ છે કે હું કારણ વગર જ બદનામ છું. જ્યારે તમે આ સદીના એક બાદ એક કારણો જાણશો તો તમને સમજાશે કે હકીકતમાં રમત તો કંઇક બીજી જ છે. હું માત્ર ચહેરો છું. જેના નામે સામાન્ય માણસ ટેક્સ ભરી રહ્યો છે.

ઇન્ડિયન ઓઇલ પાસેથી જાણો આ સદીનું સત્ય
થોડા વર્ષ પહેલા મને ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલ સાથે જોડી દેવામાં આવ્યું. ત્યાં ક્રૂડનો રેટ વધે છે તો મારું પણ મીટર વધવા લાગે છે. દેશમાં અત્યારે મારો મેનેજર કે પછી એમ કહો કે ગાર્જિયન ઇન્ડિયન ઓઇલ છે. ઇન્ડિયન ઓઇલને પૂછશો તો ખબર પડશે મારી સદી વિશે.

આ પણ વાંચોઃ-માલકિનની શરમજનક કરતૂત! નોકરાણીને મહેમાનો સાથે સંબંધ બાંધવા કરતી મજબૂર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

ઇન્ડિયન ઓઇલ અનુસાર, 1 જુલાઇએ મારો વાસ્તવિક રેટ 38.93 રૂપિયા હતો, પરંતુ મને 100 રૂપિયા પ્રતિ લીટર વેચવામાં આવી રહ્યો છે. મારા નામે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ડીલર ટેક્સ-ટેક્સ અને કમિશન-કમિશન રમે છે અને બદનામ હું થઇ જાવ છું.

આ પણ વાંચોઃ-હેવાનિયતનો video, ઝાડ ઉપર લટકાવીને પુત્રીને જાનવરોની જેમ મારી, યુવતી કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી

આ પણ વાંચોઃ-રુવાડાં ઊભા કરી નાંખે એવો અકસ્માતનો live video, બેકાબુ કન્ટેઈનરે કારને અડફેટે લીધી, પરિવારના ત્રણ સભ્યોના મોત

મારા નામે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટીના નામે 32.90 રૂપિયા વસૂલી રહી છે. VATના નામ પર મારા ખાતામાં 22.80 રૂપિયા ઉમેરી દેવામાં આવે છે. સરેરાશ પ્રતિ લીટર ડીલર કમીશન 3.82 રૂપિયા પણ મારા નામે જ લેવામાં આવે છે.

પેટ્રોલ પ્રાઇઝ બ્રેકઅપ
આ રીતે જ મારી કિંમતને 100 રૂપિયા કરી દેવામાં આવે છે. એટલે કે મારા વાસ્તવિક રેટથી લગભગ 3 ગણો ભાવ સામાન્ય માણસો પાસેથી વસૂલવામાં આવે છે. પંરતુ બદનામ મારું નામ થાય છે. આ જ કહાની મારા ભાઇ ડીઝલની છે. અમારા બંનેના નામે કિંમતોની રમત રમાય છે અને અમે કારણ વગર જ બદનામ થઈએ છીએ.
First published: