Petrol Diesel Price Today: જનતાને મોટો આંચકો, પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થયા, ફટાફટ ચેક કરો આજના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Rates, 08 October: પેટ્રોલ 11 દિવસમાં 2.35 રૂપિયા મોંઘું થયું, ડીઝલના ભાવમાં પણ લાગી આગ

  • Share this:
    Petrol-Diesel Rates, 8th October 2021: પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટવાનું નામ નથી લઈ રહી. દેશની રાજધાની દિલ્હી સહિત તમામ શહેરોમાં ઈંધણની કિંમતમાં વધારો (Fuel Rates Hike) થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) આજે પેટ્રોલની કિંમતમાં (Petrol Price Today) 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં (Diesel Price Today) 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આ વધારા બાદ કોલકાતામાં પેટ્રોલનો ભાવ 104 રૂપિયાને પાર થઈ ગયો છે. બીજી તરફ, ચેન્નઈમાં પેટ્રોલે 100નો આંકડો પાર કરી દીધો છે. આજના વધારા બાદ દિલ્હીમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.12 રૂપિયા થઈ ગયો છે.

    11 દિવસમાં 2.35 રૂપિયા મોંઘું થયું પેટ્રોલ

    નોંધનીય છે કે, ગત મંગળવારથી પેટ્રોલની કિંમતમાં વધારો થવાનું શરૂ થયું હતું. આ દરમિયાન સપ્તાહમાં બે દિવસ બુધવાર અને આ સોમવારે જ ભાવ સ્થિર હતા. આ ઉપરાંત દરરોજ કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત 11 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 2.35 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ, ડીઝલ 3.50 રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે.

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price today)

    >> અમદાવાદ - પેટ્રોલ 100.33 રૂપિયા અને ડીઝલ 99.28 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 99.89 રૂપિયા અને ડીઝલ 98.78 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 100.08 રૂપિયા અને ડીઝલ 99.06 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 99.68 રૂપિયા અને ડીઝલ 98.54 રૂપિયા પ્રતિ લીટર

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 8th October 2021)

    >> દિલ્હી પેટ્રોલ 103.54 રૂપિયા અને ડીઝલ 92.12 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 109.54 રૂપિયા અને ડીઝલ 99.92 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 101.01 રૂપિયા અને ડીઝલ 96.60 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 104.23 રૂપિયા અને ડીઝલ 95.23 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Facebook Marketplace શું છે અને કઈ રીતે કામ કરે છે? આ રીતે તમારા પ્રોડક્ટને કરાવી શકો છો લિસ્ટ

    પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં રાહતની આશા પણ હાલમાં નથી. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની પાસે ભાવ વધારવાથી બચવાનો વિકલ્પ નથી અને ઈન્ટરનેશનલ કિંમતોમાં સતત થઇ રહેલા વધારાના કારણે ઓઇલ કંપનીઓ ગ્રાહકો પર તેનું ભારણ નાખવા મજબૂર છે.

    આ પણ વાંચો, Forbes India Rich List 2021: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 14મા વર્ષે સૌથી અમીર ભારતીય

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: