Petrol Diesel Price Today: રેકોર્ડ લેવલ પર પહોંચ્યા પેટ્રોલ-ડીઝલ, મુંબઈમાં પેટ્રોલ 102 રૂપિયાની નજીક

Petrol Diesel Price Today: રેકોર્ડ લેવલ પર પહોંચ્યા પેટ્રોલ-ડીઝલ, મુંબઈમાં પેટ્રોલ 102 રૂપિયાની નજીક
આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 25 પૈસાનો વધારો ઝીંકાયો, જાણો આપના શહેરમાં કેટલા થયા મોંઘા

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 25 પૈસાનો વધારો ઝીંકાયો, જાણો આપના શહેરમાં કેટલા થયા મોંઘા

  • Share this:
    નવી દિલ્હી. સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today) હાલમાં તમામ શહેરોમાં રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. જ્યાં એક તરફ મુંબઈમાં પેટ્રોલ 102 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે, તો બીજી તરફ અનેક શહેરોમાં આ આંકડો પણ પાર કરી ગયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) એક દિવસ બાદ આજે ફરીથી ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલના ભાવ (Petrol Price Today)માં 25 પૈસા પ્રતિ લીટર તો ડીઝલના ભાવ (Diesel Price Today)માં પણ 25 પૈસા પ્રતિ લીટરનો ભાવવધારો ઝીંકાયો છે.

    સોમવારે પેટ્રોલના ભાવ 24-28 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 26-28 પૈસા પ્રતિ લીટર વધી ગયો હતો. મે મહિનાથી ઇંધણની કિંમતો સમયાંતરે વધી રહી છે. છેલ્લા 21 દિવસમાં જ પેટ્રોલ 4.99 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે. બીજી તરફ, ડીઝલના ભાવ 5.44 રૂપિયા પ્રતિ લીટર વધી ગયા છે.



    આ પણ વાંચો, Google Doodle: ગૂગલ ડૂડલે શર્લી ટેમ્પલને કરી સલામ, 6 વર્ષની ઉંમરે જીત્યો હતો ઓસ્કાર

    જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 9 June 2021)

    દિલ્હી- પેટ્રોલ 95.56 રૂપિયા અને ડીઝલ 86.47 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 101.76 રૂપિયા અને ડીઝલ 93.85 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 96.94 રૂપિયા અને ડીઝલ 91.15 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 95.52 રૂપિયા અને ડીઝલ 89.32 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, UIDAIએ લૉન્ચ કર્યું mAadhaar Appનું નવું વર્જન, ઘરે બેઠા મેળવો આ 35થી વધુ સર્વિસનો લાભ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:June 09, 2021, 09:30 am

    ટૉપ ન્યૂઝ