Petrol Diesel Price Today: બુધવારે ફરી મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ્સ

પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર (Shutterstock તસવીર)

Petrol-Diesel Rates, 6th October: આપની ગાડીની ટાંકી ફુલ કરાવતાં પહેલા ફટાફટ જાણી લો આજના ભાવ

  • Share this:
    Petrol-Diesel Rates, 6th October 2021: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવાર એટલે કે 6 ઓક્ટોબરે ફરીથી વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં (Petrol Price Today) 30 પૈસા અને ડીઝલના ભાવમાં (Diesel Price Today) 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલ આજે સીધું 52 પૈસા મોંઘું થઈ ગયું છે, બીજી તરફ ડીઝલનો ભાવ 49 પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. 24 સપ્ટેમ્બરગથી ફરી એક વાર ઈંધણના ભાવમાં વધારો (Fuel Rates Hike) થવાની શરૂઆત થઈ હતી. આજના વધારા બાદ દેશમાં ડીઝલની કિંમતોમાં 2.80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. એક સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં 1.80 રૂપિયા પ્રતિ લીટરનો વૃદ્ધિ થઈ છે.

    પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં રાહતની આશા પણ હાલમાં નથી. સોમવારે જ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની પાસે ભાવ વધારવાથી બચવાનો વિકલ્પ નથી અને ઈન્ટરનેશનલ કિંમતોમાં સતત થઇ રહેલા વધારાના કારણે ઓઇલ કંપનીઓ ગ્રાહકો પર તેનું ભારણ નાખવા મજબૂર છે.

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price today)

    >> અમદાવાદ - પેટ્રોલ 99.75 રૂપિયા અને ડીઝલ 98.53 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 99.31 રૂપિયા અને ડીઝલ 98.02 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 99.50 રૂપિયા અને ડીઝલ 98.30 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 99.09 રૂપિયા અને ડીઝલ 97.78 રૂપિયા પ્રતિ લીટર

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 6th October 2021)

    >> દિલ્હી પેટ્રોલ 102.94 રૂપિયા અને ડીઝલ 91.42 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 108.96 રૂપિયા અને ડીઝલ 99.17 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 100.49 રૂપિયા અને ડીઝલ 95.93 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 103.65 રૂપિયા અને ડીઝલ 94.53 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Explained: શા માટે વિશ્વના દેશો પર તોળાઈ રહ્યું છે ઊર્જાની અછતનું સંકટ?

    નોંધનીય છે કે, હાલમાં દેશના 26 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, આંધ્ર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, પુડુચેરી, તેલંગાના, પંજાબ, સિક્કિમ, ઉડીસા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની ઉપર છે.

    આ પણ વાંચો, Facebook-WhatsApp Outage: ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ કેમ 6 કલાક ઠપ રહ્યા? સામે આવ્યું કારણ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: