ક્રેડિટ કાર્ડ પર પેટ્રોલની ખરીદી કરવા પર 5% કેશબેક, જાણો ઑફર

ક્રેડિટ કાર્ડ

Super value credit cards: પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ વચ્ચે અગ્રણી બેંકો દેશની ક્રૂડ ઓઇલનું વિતરણ કરતી કંપનીઓ સાથે મળીને એક સુપરવેલ્યૂ ક્રેડિટ કાર્ડ લૉંચ કરી રહી છે.

  • Share this:
    મુંબઈ: મોંઘવારીના મારને પગલે આમ આમી પરેશાન છે. તેમાં પણ પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા (Petrol-Diesel price) ભાવને પગલે લોકો હેરાન-પરેશાન છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ વધી રહી છે. હાલ ભાવ એટલા સ્તર પહોંચી ગયા છે કે લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. એવામાં લોકો કોઈ એવો કીમિયો શોધી રહ્યા છે જેનાથી પેટ્રોલ અને ડીઝલ પર થતાં ખર્ચમાં ઘટાડો કરી શકાય.

    પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ વચ્ચે અગ્રણી બેંકો દેશની ક્રૂડ ઓઇલનું વિતરણ કરતી કંપનીઓ સાથે મળીને એક સુપરવેલ્યૂ ક્રેડિટ કાર્ડ લૉંચ કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવથી આ ક્રેડિટ કાર્ડ્સથી થોડી રાહત આપશે. આના ઉપયોગથી પેટ્રોલ પર આશરે 5% કેશબેક મળશે.

    India Oil City ક્રેડિટ કાર્ડ્સ પર દર 150 રૂપિયા ખર્ચ કરવા પર 4 ટર્બો પોઇન્ટ મળે છે. આ પોઇન્ટ્સ પર તમને મફત પેટ્રોલ મળશે.

    Indian Oil HDFC Bank ક્રેડિટ કાર્ડ્સ પર ફ્લૂઅલ ગ્રોસરી, બિલ પેમેન્ટ પર 5% Fuel Points મળશે. મહિને મહત્તમ 250 Fuel Points મળશે. આ ક્રેડિટ કાર્ડમાં ફ્યૂઅલ સરચાર્જ પર પણ છૂટ મળી રહી છે.

    Indian Oil Axis Bank ક્રેડિટ કાર્ડ્સ પર 100% કેશબેક મહત્તમ 250 રૂપિયા સુધી મળશે. ફ્યૂઅલ પેમેન્ટ પર 4 ટકા વેલ્યૂબેક મળશે.

    આ પણ વાંચો: દિવાળી કાઢશે દેવાળું: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે રાંધણગેસના ભાવમાં તોળાતો વધારો

    ICICI Bank HPCL કાર્ડ પર 2.5% મહત્તમ કેશબેક અથવા રૂપિયા 100/મહિને મળશે.

    HP Pay એપથી પેમેન્ટ કરવા પર 1.5% Reward Points મળશે.

    BPCL SBI Rupayમાં દર 100 રૂપિયાનું પેમેન્ટ કરવા પર13 ગણું રિવર્ડ મળશે.

    SBI Credit Cardsથી પેમેન્ટ કરવા પર 7.5%નું કેશબેક મળશે.

    પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો

    IOCL દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દર મુજબ આજે (28 ઓક્ટોબર) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 108.29 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. આ સાથે, ડીઝલનો ભાવ 97.02 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 120.52 રૂપિયા અને ડીઝલ 111.39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

    આ પણ વાંચો: NPS શું છે? તેમાં કઈ રીતે રોકાણ કરી શકાય? શું ખાલી ટેક્સ બચાવવા NPSમાં રોકાણ કરવું જોઈએ? 

    >> દિલ્હીમાં પેટ્રોલ રૂ. 108.29 અને ડીઝલ રૂ. 97.02 પ્રતિ લીટર
    >> મુંબઈમાં પેટ્રોલ રૂ. 114.14 અને ડીઝલ રૂ. 105.12 પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ રૂ. 105.13 અને ડીઝલ રૂ. 101.25 પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ રૂ. 108.78 અને ડીઝલ રૂ. 100.14 પ્રતિ લીટર
    >> અમદાવાદ પેટ્રોલ 104.88 અને ડીઝલ ડીઝલ 104.53 પ્રતિ લીટર
    Published by:Vinod Zankhaliya
    First published: