Home /News /business /

Petrol Price Today: સાત દિવસમાં પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયાનો વધારો, આજે પણ કિંમત વધી

Petrol Price Today: સાત દિવસમાં પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયાનો વધારો, આજે પણ કિંમત વધી

પેટ્રોલની કિંમતમાં સતત વધારો

Petrol Diesel Price: મુંબઈમાં પેટ્રોલની કિંમત (Mumbai Petrol Price) 115.04 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 99.25 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 76 પૈસાનો વધારો થયો છે. જે બાદમાં નવી કિંમત 105.94 રૂપિયા અને ડીઝલની કિંમત 96 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel price hike)આજે સાતમા દિવસે પણ વધી છે. આજે (29 માર્ચ, 2022) પેટ્રોલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 70 પૈસા પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ વધારા સાથે જ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Delhi Petrol price today) 100.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત (Diesel price) 91.47 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.  છેલ્લા સાત દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર 4.80 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટર 4.80 રૂપિયાનો વધારો કરાયો છે.

    મુંબઈમાં પેટ્રોલની કિંમત (Mumbai Petrol Price) 115.04 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 99.25 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 76 પૈસાનો વધારો થયો છે. જે બાદમાં નવી કિંમત 105.94 રૂપિયા અને ડીઝલની કિંમત 96 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 109.68 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.62 રૂપિયા પ્રતિ લીટર છે.

    દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel price, 29 March 2022)


    - દિલ્હીમાં પેટ્રોલ 100.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.47 રૂપિયા પ્રતિ લીટર
    - મુંબઈમાં પેટ્રોલ 115.04 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 99.25 રૂપિયા પ્રતિ લીટર
    - ચેન્નાઈમાં પેટ્રોલ 105.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96 રૂપિયા પ્રતિ લીટર
    - કોલકાતામાં પેટ્રોલ 109.68 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.62 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)


    અમદાવાદ પેટ્રોલ 99.07 રૂપિયા અને ડીઝલ 93.33 રૂપિયા પ્રતિ લીટર
    સુરત પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 93.22 રૂપિયા પ્રતિ લીટર
    વડોદરા પેટ્રોલ 98.61રૂપિયા અને ડીઝલ 92.89 રૂપિયા પ્રતિ લીટર
    રાજકોટ પેટ્રોલ 98.77 રૂપિયા અને ડીઝલ 93.07 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો:  ઘરનું ઘર ખરીદવું પડશે મોંઘુ, બીજી એપ્રિલથી બુકિંગ પ્રાઇઝમાં થશે10 ટકાનો વધારો

    દરરોજ બદલાય છે કિંમત


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: આગામી 3-4 અઠવાડિયા માટે ટોચના 10 ટ્રેડિંગ પિક્સ, જુઓ યાદી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Crude oil, Diesel, Petrol

    આગામી સમાચાર